સપ્ટેમ્બર 4, 2026 9:19 એ એમ (AM)

printer

રાજ્યભરમાં આજે જન્માષ્ટમી પર્વની આસ્થા અને ભક્તિભાવ સાથે ઉલ્લાસપૂર્વક ઉજવણી

રાજ્યભરમાં આજે જન્માષ્ટમી પર્વની આસ્થા અને ભક્તિભાવ સાથે ઉલ્લાસપૂર્વક  ઉજવણી કરવામાં આવી રહી છે.

દ્વારકા સહિત દેશના વિવિધ કૃષ્ણમંદિરોમાં આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે.

આજે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, ના નાદ સાથે દ્વારકાધીશ મંદિર, ડાકોર અને શામળાજી સહિતના મંદિરો ગૂંજી ઉઠશે. જન્માષ્ટમી પ્રસંગે દ્વારકા જગત મંદિરને આજે વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે. 

આજે વહેલી સવારે શ્રીજીની મંગળા આરતી કરવામાં આવી. ત્યારે અનેક ભાવિકોભગવાનના દર્શનનો લ્હાવો લીધો. 

આ સાથે રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તંત્ર દ્વારા લોકો શાંતિ પૂર્વક રીતે દર્શન કરી શકે એમ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે  જણાવ્યું હતું.

રેંજ લેવલથી પણ બંદોબસ્ત આપવામાં આવેલું છે. એમાં જે છે એ એએસપી અને ડીવાયએસપી અને પીઆઈ અને પીએસઆઈ અને સ્ટાફ દ્વારા જે છે આજે વ્યવસ્થિત રીતનું બંદોબસ્ત ગોઠવવામાં આવેલું છે. દ્વારકામાં આજે પધારેલ છે તમામ ભક્તોને યા આવતી કાલે જે આવવાના છે તમામ ને હું જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ જે છે વધાઈ આપું છું.

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર જન્માષ્ટમીની પૂર્વ સંધ્યા રોશનીથી જગમગી ઉઠ્યું હતું. વિવિધ કળા – કૃતિઓની ઝાંખી સાથે કરવામાં આવેલાં રોશની લોકાકર્ષણનું કેન્દ્ર બની હતી. આજે 12 ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને આવતીકાલે નંદમહોત્સવ ઉજવાશે.

જન્માષ્ટમી નિમિત્તે પહેલીવાર અમદાવાદ ઇસ્કોન મંદિરમાં 300 ડ્રોન દ્વારા ભવ્ય લાઈટ શો યોજાશે. આ શોમાં મટકી ફોડ અને મોરપીંછ સહિત કૃષ્ણલીલાના વિવિધ દશ્યો રજૂ કરાશે. 1 લાખથી વધુ ભક્તો તેના સાક્ષી બનશે.