ઓક્ટોબર 9, 2026 3:03 પી એમ(PM)

printer

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આજે દીવમાં સામાજિક સશક્તિકરણ અને સુરક્ષા યોજનાઓના અમલીકરણ અંગે પ્રાદેશિક સમીક્ષા બેઠક યોજશે

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દેશના પશ્ચિમ ક્ષેત્રમાં સામાજિક સશક્તિકરણ અને સુરક્ષા યોજનાઓના અમલીકરણની વ્યાપક સમીક્ષા કરવા માટે આજે દીવમાં એક પ્રાદેશિક સમીક્ષા બેઠક યોજશે.

મંત્રાલયના સચિવ સુધાંશ પંત બેઠકને સંબોધિત કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય મંત્રાલય, ભાગીદાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ વચ્ચે સંસ્થાકીય સંકલનને મજબૂત બનાવવાનો અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ કાર્યક્રમોના અસરકારક, પારદર્શક, જવાબદાર અને પરિણામલક્ષી અમલીકરણની ખાતરી કરવાનો છે.

આ બેઠકમાં રાજસ્થાન, ગોવા અને મહારાષ્ટ્ર રાજ્યોના વરિષ્ઠ પ્રતિનિધિઓ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે.