મહિસાગર જિલ્લાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ મહેસૂલી
આવકનું નુકસાન અટકાવવા મોટી કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં છેલ્લા ત્રણ દિવસમાં લીમડીયા અને લુણાવાડા વિસ્તારના 70થી વધુ કોમર્શિયલ એકમોમાં આકસ્મિક તપાસ કરીને કુલ રૂ. 73 લાખ 36 હજાર ની ભાડાકરારની રકમના 13 અસલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.