ઓક્ટોબર 19, 2026 1:25 પી એમ(PM)

printer

ઇઝરાયલના પ્રધાનમંત્રીએ ભારત, લેટિન અમેરિકન દેશો અને અન્ય રાષ્ટ્રો સાથે સંબંધો મજબૂત બનાવવા આહ્વાન કર્યું

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારત, લેટિન અમેરિકન દેશો અને અન્ય રાષ્ટ્રો સાથે સંબંધો મજબૂત બનાવવા આહ્વાન કર્યું.

27 ઓક્ટોબરે ઇઝરાયલની ચૂંટણીના નવ દિવસ પહેલા પોતાનો સુરક્ષા સિદ્ધાંત રજૂ કરતા શ્રી નેતન્યાહૂએ કહ્યું ઇઝરાયલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળના બાકીના વર્ષોનો ઉપયોગ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને અન્ય આંતરરાષ્ટ્રીય ભાગીદારી બનાવવા માટે કરવો જોઈએ. શ્રી ટ્રમ્પે પણ નેતન્યાહૂની ફરીથી ચૂંટણી લડવાની દાવેદારીને સમર્થન આપ્યું છે.

શ્રી નેતન્યાહૂએ ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું અને બ્રાઝિલ સહિત લેટિન અમેરિકામાં સંભવિત રાજકીય ફેરફારોને ઇઝરાયલ માટે તેના સાથીઓના વર્તુળને વિસ્તૃત કરવાની તક ગણાવી. તેમણે એવી ક્ષમતાઓ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જે ઇઝરાયલને વિશ્વભરના દેશો માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર બનાવે.