નવેમ્બર 7, 2026 11:15 એ એમ (AM)

printer

ICAI દ્વારા લેવાયેલી CA ફાઉન્ડેશન સપ્ટેમ્બર-2026ની પરીક્ષાનું પરિણામ જાહેર: અમદાવાદ કેન્દ્રનું પરિણામ 20.94 ટકા નોંધાયું

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા લેવાયેલી CA ફાઉન્ડેશન સપ્ટેમ્બર-2026ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ કેન્દ્રનું પરિણામ 20.94 ટકા નોંધાયું છે. આ પરિણામમાં અમદાવાદ કેન્દ્રના મે 2026ની પરીક્ષાની સરખામણીએ 3.61 ટકાનો વધારો પણ નોંધાયો છે.

અમદાવાદ કેન્દ્ર પરથી સપ્ટેમ્બર-2026ની પરીક્ષામાં કુલ 3 હજાર 587 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 751 વિદ્યાર્થીઓ સફળ થયા છે. દેવમ સંઘવીનો અમદાવાદમાં પહેલો રેન્ક આવ્યો છે જ્યારે શૈવલ સુતરીયાનો ઓલ ઈન્ડિયા 20મો અને અમદાવાદમાં બીજો રેન્ક આવ્યો છે.