રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ઉભા પાકને સુકાઈ જવાથી બચાવવા માટે સિંચાઈનું પાણી આપવાનું યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદ અને ખેડા જિલ્લામાં કનાડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો માટે અગાઉ આઠ કલાક વીજળી આપવામાં આવતી હતી, ત્યારે હવે સાત જિલ્લામાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી હોવાનું કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
પશુપાલકો અને પશુઓના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઘાસચારાની વ્યવસ્થા અંગે પણ મહત્વના પગલાં લીધા છે. ઘાસચારાની વ્યવસ્થા માટે કલેક્ટરોને જરૂરી સત્તા આપવામાં આવી છે અને જરૂરિયાતવાળા વિસ્તારોમાં રાહત દરે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે.
Site Admin | ઓગસ્ટ 26, 2026 8:52 એ એમ (AM)
ખેડૂતોને સિંચાઇનુ પાણી આપવાનું યથાવત રાખવા નિર્ણય. સાત જિલ્લાઓમાં દસ કલાક વીજળી અપાશે. પશુપાલકો માટે ઘાસચારાની સરકારની વિશેષ વ્યવસ્થા