આજે મુસ્લિમ બિરાદરો ઇદ એ મિલાદની ઉજવણી કરી રહ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગઇકાલે મોડીરાત્રથી આ ઉજવણી થઇ રહી છે. ઈદે મિલાઉન નબીના પવિત્ર પ્રસંગે નિયાઝ અને વિવિધ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક માહોલ જોવા મળ્યો. આજે રાજ્યભરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ નીકળશે.
ઈદ-એ-મિલાદ નિમિત્તે આજે રાજ્યના વિવિધ શહેરો અને વિસ્તારોમાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા લોકોને શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે.
ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે રાજ્યભરમાં ધાર્મિક આસ્થા અને ભાઈચારાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Site Admin | ઓગસ્ટ 26, 2026 9:00 એ એમ (AM)
હર્ષોલ્લાસ સાથે આજે ઇદ એ મિલાદની ઉજવણી. રાજ્યભરમાં જુલુસ નીકળશે