રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના નાગરિકોને નૂતન વર્ષના શુભ અવસરે શુભકામનાઓ પાઠવી છે. એક વીડિયો સંદેશમાં રાજ્યપાલે કહ્યું, નવું વર્ષ માત્ર કેલેન્ડર બદલવાનો નહીં, પરંતુ વિચારોને નવી દિશા આપવા અને સંકલ્પોને નવી શક્તિ આપવાનો અવસર છે. તેમણે કહ્યું, વીતેલા સમયના અનુભવ આપણને શીખ આપે છે અને આવનારો સમય આપણા માટે નવી શક્યતાઓના દ્વાર ખોલે છે.
આપણો પ્રત્યેક પ્રયાસ માત્ર વ્યક્તિગત ઉન્નતિ પૂરતો મર્યાદિત ન રહેતા પરિવાર, સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં પણ યોગદાન આપે તેવો સંકલ્પ કરવા પણ રાજ્યપાલે સૌને અપીલ કરી.