નવેમ્બર 10, 2026 3:02 પી એમ(PM)

printer

વિશ્વભરમાં ગુજરાતીઓ આજે ‘બેસતું વર્ષ’ તરીકે જાણીતા નવા વર્ષની કરી રહ્યા છે ઉજવણી

વિશ્વભરમાં ગુજરાતીઓ આજે ‘બેસતું વર્ષ‘ તરીકે જાણીતા નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય જનતા અને કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. 

ગુજરાતી નવું વર્ષ વિક્રમ સંવત કેલેન્ડરના કારતક મહિનાની શરૂઆતનું પ્રતીક છે. રાજ્યભરમાં લોકો શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં મંદિરોના દર્શને જઈ રહ્યા છે. લોકો તેમના સગા-સંબંધીઓ અને મિત્રોને મળીને ‘નૂતન વર્ષાભિનંદન‘ કહીને નવા વર્ષની શુભેચ્છાઓ આપી રહ્યા છે અને પારંપરિક મીઠાઈઓની આપ-લે કરી રહ્યા છે. આ દરમિયાન, વેપારી વર્ગે તેમના નવા હિસાબી ચોપડાની પૂજા માટે ‘ચોપડા પૂજન‘ કર્યું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને પક્ષના કાર્યકરો અને નેતાઓ સાથે મુલાકાત કરી તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. ગાંધીનગરમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો અને અધિકારીઓ સાથે વિક્રમ સંવત 2083ની શુભેચ્છાઓની આપ-લે કરી. અગાઉ, તેમણે અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન કર્યા હતા અને રાજ્યના કલ્યાણ અને સતત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. બીજી તરફ ગોવર્ધન પૂજાના અવસરે, અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ શામળાજી મંદિરમાં વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો.