ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નૂતન વર્ષના શુભ અવસરે ગુજરાતના તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, આ નવું વર્ષ સૌના જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નવી સિદ્ધિઓ લઈને આવે તેવી મંગલકામના છે.
નૂતન વર્ષના પ્રારંભે રાજ્યપાલે નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું છે કે, નવું વર્ષ માત્ર કેલેન્ડર બદલવાનો અવસર નથી, પરંતુ પોતાના વિચારોને નવી દિશા આપવાનો, પોતાના સંકલ્પોને નવી શક્તિ આપવાનો અને જીવનને વધુ ઉત્તમ બનાવવાનો અવસર છે. સ્વદેશીને અપનાવીને દેશના શ્રમિકો, કારીગરો, ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોના પરિશ્રમનું સન્માન કરવાનો પણ તેમણે આગ્રહ કર્યો.