નવેમ્બર 7, 2026 7:48 પી એમ(PM)

printer

સરકારે જાહેરાત કરી છે કે 137 કેન્સર વિરોધી દવાઓના સુધારેલા ભાવો સોમવારથી અમલી થશે

સરકારે જાહેરાત કરી છે કે 137 કેન્સર વિરોધી દવાઓના સુધારેલા ભાવ સોમવારથી અમલમાં આવશે. તાજેતરમાં, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ આ કેન્સર વિરોધી દવાઓના મહત્તમ છૂટક ભાવ – MRP પર ટ્રેડ માર્જિન મર્યાદિત કર્યું છે.

રસાયણ અને ખાતર મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં, 76 ફાર્માસ્યુટિકલ કંપનીઓએ એક હજાર 225 કેન્સર વિરોધી ફોર્મ્યુલેશન માટે સુધારેલા MRP ની જાણ કરી છે, જેમાં 121 દવાઓનો સમાવેશ થાય છે.