નવેમ્બર 6, 2026 3:15 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં પથિકાશ્રમ એસ.ટી. ડેપોથી એસ.ટી. નિગમની 101 નવી બસનું લોકાર્પણ કરાયું

ગાંધીનગરમાં પથિકાશ્રમ એસ.ટી. ડેપોથી એસ.ટી. નિગમની 101 નવી બસનું લોકાર્પણ કરાયું. આ વખતે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા. આ વખતે મંત્રીઓની જગ્યાએ બસનાચાલક અને કંડક્ટરના હસ્તે નવી બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું. સાથે જ મંચ પર ચાલક અને કંડક્ટરને સ્થાન આપી પુષ્પથી તેમનું સન્માન પણ કરાયું. દરમિયાન વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણ માળીએ પત્રકારો સાથે સંવાદ કર્યો હતો.

ત્યારબાદ શ્રી સંઘવી સરકારી કાફલાની જગ્યાએ એસ.ટી. બસમાં મુસાફરી કરી વિવિધ આગેવાનો સાથે બસમાં બીજા કાર્યક્રમમાં પહોંચ્યા હતા.