નવેમ્બર 6, 2026 10:27 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કોમનવેલ્થ રાષ્ટ્રોનાવડા સાથે બેઠક કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ (CHOGM) દરમિયાન એન્ટિગુઆ અને બાર્બુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉન સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ વેપાર, રોકાણ, નવીનીકરણીય ઉર્જા અને ખાદ્ય પ્રક્રિયાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગે ચર્ચા કરી.

અગાઉ, ડૉ. જયશંકરે એન્ટિગુઆ અને બાર્બુડાના વિદેશ મંત્રી ચેટ ગ્રીન સાથે આરોગ્ય, શિક્ષણ, નાના અને મધ્યમ ઉદ્યોગો, તાલીમ અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવા અંગે  ચર્ચા કરી હતી.

ડૉ. જયશંકરે કોમનવેલ્થ દેશોના વડાઓ અને વ્યાપાર નેતાઓ સાથેની બેઠકમાં પણ ભાગ લીધો હતો. અગાઉ, CHOGM દરમિયાન, ડૉ. જયશંકરે ગુયાનાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.