અંજારના દેવળિયા ગામ નજીક થયેલા અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું હતું. અમારા ભુજના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે એક કાર માર્ગની બાજુમાં ઊભેલી મોટરસાઇકલ સાથે ટકરાયા બાદ બાજુમાં વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. જેથી થાંભલા પરથી જીવતો વીજ વાયર તૂટીને કાર પર પડતાં તેમાં આગ લાગી હતી.
Site Admin | નવેમ્બર 10, 2026 2:33 પી એમ(PM)
અંજારના દેવળિયા ગામ નજીક થયેલા અકસ્માતમાં કાર ચાલકનું મોત