વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ ઓછો કરવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા હાકલ કરી છે.
તેમણે સતત ઊર્જા અને વેપાર પુરવઠાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધતા ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે યુદ્ધની અસર ફક્ત સામેલ દેશો સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિશ્વની સુરક્ષા અને વિકાસ પર અસર કરે છે.
રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ સંઘર્ષ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંઘર્ષનો અંત લાવવાના આહ્વાનને પુનરાવર્તિત કર્યું.
અખાતી ક્ષેત્રની પરિસ્થિતિ અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે વર્તમાન સંઘર્ષે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે. તેમણે વાણિજ્યિક જહાજો અને ખલાસીઓ પરના હુમલાઓને અસ્વીકાર્ય ગણાવ્યા.
આતંકવાદ અંગે ડૉ. જયશંકરે જણાવ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.