સપ્ટેમ્બર 27, 2026 9:56 એ એમ (AM)

printer

ગ્રાહકોની સુવિધા માટે આજે રવિવારે તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખુલ્લી રહેશે

ગ્રાહકોની સુવિધા માટે આજે તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખુલ્લી રહેશે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા આવતીકાલથી બોલાવવામાં આવેલી ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

ભારતીય રિઝર્વ બેંકે આજે તમામ બેંક શાખાઓ, ઓફિસો, ATM-લિંક શાખાઓ અને કરન્સી ચેસ્ટને સંપૂર્ણપણે કાર્યરત રાખવાની મંજૂરી આપી છે.

દરમિયાન, ઘણી જાહેર ક્ષેત્રની બેંકોએ ત્રણ દિવસની બેંક હડતાળ દરમિયાન મફત માસિક મર્યાદાથી વધુ ATM વ્યવહાર શુલ્ક માફ કરવાનો નિર્ણય લીધો છે.