સપ્ટેમ્બર 27, 2026 10:16 એ એમ (AM)

printer

વિખ્યાત ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો સંપન્ન – 43 લાખથી વધુ માઇભક્તોએ માતા અંબાજીના ચરણોમાં શિશ ઝુકાવ્યું

વિખ્યાત ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો સંપન્ન થયો છે. મધ્યરાત્રીએ સંપન્ન થયેલા આ મેળામાં કુલ 43 લાખથી વધુ માઇભક્તોએ માતા અંબાજીના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું, જ્યારે ચાર હજાર 500 કરતાં વધુ ધજા ચઢાવાઇ હતી.

32 લાખ કરતાં વધુ મોહનથાળના પેકેટ, ભેટ કાઉન્ટર અને ભંડારા દરમિયાન બે કરોડ રૂપિયા કરતાં વધુની ટ્રસ્ટને આવક થઇ હતી, જ્યારે મંદિરને 36 ગ્રામ કરતાં વધુ સોનાની ભેટ મળી હતી.