નવેમ્બર 7, 2026 10:51 એ એમ (AM)

printer

“તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત 27.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકને સુપરત કરાયો

“તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લૂંટના ગંભીર ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી, પોલીસે લૂંટમાં ગયેલ 27.44 લાખ રૂપિયાની કિંમતનો ચાંદીના ઘરેણાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકને સુપરત કર્યો હતો. 

આ ગુનાનો ભેદ ઉકેલવામાં બનાસકાંઠા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ તથા તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી તે તમામને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રશંસાપાત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત કુલ રૂ. 4.66 કરોડથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે.