નવેમ્બર 8, 2026 7:57 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, યુદ્ધ સ્મારકો દેશની યુવા પેઢીને પ્રોત્સાહિત કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે યુદ્ધ સ્મારકો ચોક્કસપણે દેશની યુવા પેઢીને પ્રોત્સાહિત કરશે. તેઓ આજે સિક્કિમના શેરાથાંગ યુદ્ધ સ્મારક ખાતે સૈન્ય કર્મચારીઓને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે આ વિસ્તારમાં તૈનાત સૈન્ય જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. સુરક્ષા દળોની બહાદુરીને યાદ કરતાં તેમણે કહ્યું કે જો રાષ્ટ્ર શાંતિપૂર્ણ રીતે દિવાળી ઉજવી રહ્યું છે, તો તે સુરક્ષા દળોના કારણે છે. તેમણે એમ પણ કહ્યું કે શેરાથાંગ યુદ્ધ સ્મારક એ શહીદો અને યુદ્ધ નાયકોને શ્રદ્ધાંજલિ છે જેમણે રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. મુલાકાત દરમિયાન ભારતીય સેનાના વડા ધીરજ સેઠ અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પણ તેમની સાથે હતા.