મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓને વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભકામના પાઠવી. નવા વર્ષના પ્રથમ દિવસનો પ્રારંભ તેમણે ગાંધીનગરના પંચદેવ મંદિરમાં ભક્તિભાવપૂર્વક દર્શન-પૂજનથી કર્યો. શ્રી પટેલે અડાલજ ત્રિમંદિરમાં જઈને સીમંધર સ્વામી સહિત દેવ-દેવીઓના દર્શન-પૂજન કર્યા હતા તેમજ સૌના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી તથા રાજ્યના અવિરત વિકાસની પ્રાર્થના કરી હતી. તેમણે વિકસિત ભારત અને નશામુક્ત ભારત માટે સંકલ્પ લેવા અનુરોધ કર્યો.
શ્રી પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે મંત્રીમંડળ નિવાસ સંકુલ ખાતે નાગરિકો પ્રજાજનો સાથે નુતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓની આપ-લે કરી.