રમતગમત

ઓક્ટોબર 23, 2025 8:38 એ એમ (AM)

views 85

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ આજે એડિલેડમાં રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ આજે એડિલેડમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 9:00 વાગ્યે શરૂ થશે. ઓસ્ટ્રેલિયા સામે સાત વિકેટથી પહેલી મેચ હારી ગયા બાદ, ભારતે શ્રેણી જીવંત રાખવા આ મેચ જીતવી આવશ્યક છે વનડે શ્રેણી પછી, બંને ટીમો પાંચ ટી-20 મેચ રમશે.

ઓક્ટોબર 21, 2025 7:50 પી એમ(PM)

views 41

એશિયન યુથ ગેમ્સમાં ભારતીય પુરુષો અને મહિલા કબડ્ડી ટીમોની જીત

બહેરીનના મનામામાં ચાલી રહેલી એશિયન યુથ ગેમ્સમાં ભારતીય પુરુષો અને મહિલાઓની કબડ્ડી ટીમોએ શાનદાર જીત નોંધાવી છે. ભારતીય પુરુષોની ટીમે પાકિસ્તાનને 81-26થી અને મહિલાઓની ટીમે ઈરાનને 59-26થી હરાવ્યું હતું. ભારતીય પુરુષોની ટીમે ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની જીત બાદ અજેય રહીને કેપ્ટન આદિત્ય ...

ઓક્ટોબર 21, 2025 10:02 એ એમ (AM)

views 41

એશિયા યુવા રમતોત્સવ 2025માં, ભારતે કુસ્તીમાં વધુ બે ચંદ્રક જીત્યા

બહેરીનના મનામામાં ચાલી રહેલી એશિયા યુવા રમતોત્સવ 2025માં ભારતે કુસ્તીના પરંપરાગત સ્વરૂપ કુરાશમાં વધુ બે ચંદ્રક જીત્યા.મહિલાઓની 52 કિગ્રા શ્રેણીમાં કનિષ્કા બિધુરીએ ઉઝબેકિસ્તાનની મુબીનાબોનુ કરીમોવા સામે 3-0થી હારતા રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. જ્યારે અરવિંદે પુરુષોની 83 કિગ્રા શ્રેણીમાં કાંસ્ય ચંદ્...

ઓક્ટોબર 20, 2025 9:21 એ એમ (AM)

views 59

ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે ચાર રનથી પરાજય

ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, ભારતનો ઈંગ્લેન્ડ સામે ચાર રનથી પરાજય થયો છે. ગઈકાલે ઈન્દોરમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડના 289 રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારતીય ટીમ 50 ઓવરમાં છ વિકેટે 284 રન જ બનાવી શકી હતી. સ્મૃતિ મંધાનાએ 88, હરમનપ્રીત કૌરે 70 અને દીપ્તિ શર્માએ 50 રન બનાવ્યા હતા.ઈંગ્લેન્ડની...

ઓક્ટોબર 19, 2025 7:58 પી એમ(PM)

views 51

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાયેલી પહેલી એકદિવસીય મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટથી વિજય મેળવ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાયેલી ત્રણ મેચની એક દિવસીય મેચ શ્રેણીની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ડકવર્થ-લુઈસ પદ્ધતિથી સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. વરસાદને કારણે મેચ ૨૬-૨૬ ઓવરની કરવામાં આવી હતી અને ઓસ્ટ્રેલિયાને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી જીતવા માટે ૧૩૧ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ...

ઓક્ટોબર 19, 2025 9:16 એ એમ (AM)

views 32

ગાંધીધામમાં યોજાયેલી ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં વડોદરાના પ્રથમ માદલાણી, અમદાવાદની પ્રથા પવાર અને સુરતના વિવાન દવેનો દબદબો

ગાંધીધામમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં પુરૂષ વિભાગમાં પ્રથમ માદલાણીએ ચેમ્પિયન બન્યો હતો. જ્યારે અમદાવાદની પ્રથા પવારે મહિલા અંડર-19 અને અંડર-17માં ત્રણ ટાઇટલ જીતીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સુરતના વિવાન દવેએ અંડર-19 અને અંડર-15માં ટાઇટલ જીત્...

ઓક્ટોબર 19, 2025 8:28 એ એમ (AM)

views 152

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ઈન્દોરમાં યજમાન ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ઈન્દોરમાં યજમાન ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. ભારતીય સમય મુજબ આ મેચ બપોરે ત્રણ વાગ્યે રમાશે.હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ સતત બે હાર બાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને સરકી ગઈ છે. ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે.દરમિયાન ગઈકાલે કોલંબોમાં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન...

ઓક્ટોબર 19, 2025 8:08 એ એમ (AM)

views 76

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય શ્રેણીની પહેલી મેચ આજે પર્થમાં રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય શ્રેણીની પહેલી મેચ આજે પર્થમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે નવ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમનું નેતૃત્વ શુભમન ગિલ કરી રહ્યો છે જેને રોહિત શર્માના સ્થાને કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો છે. સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે. ...

ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM)

views 56

સ્ટાર બેડમિન્ટન ખેલાડી તન્વી શર્મા ગુવાહાટીમાં BWF વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપના મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ

સ્ટાર બેડમિન્ટન ખેલાડી તન્વી શર્મા ગુવાહાટીમાં BWF વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપના મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આજની સેમિફાઇનલમાં, તન્વીએ ચીનની લિયુ શી-યાને સીધી ગેમમાં હરાવી. આવતીકાલે ફાઇનલમાં તન્વીનો મુકાબલો થાઇલેન્ડની અન્યાપટ ફિચિટફોન સામે થશે

ઓક્ટોબર 18, 2025 7:59 પી એમ(PM)

views 59

ભાવનગરનાં ખેલાડી મનાલિ પરમારની બહેરીનમાં યોજાનારી યુથ ઍશિયન ગૅમ્સ માટે પસંદગી થઈ

ભાવનગરનાં ખેલાડી મનાલિ પરમારની બહેરીનમાં યોજાનારી યુથ ઍશિયન ગૅમ્સ માટે પસંદગી થઈ છે. મધ્ય-પૂર્વના દેશ બહેરીન ખાતે આગામી 22થી 30 તારીખ સુધી ત્રીજી યુથ ઍશિયન ગૅમ્સ યોજાશે. તેમાં ભારતની હૅન્ડબૉલ ટીમમાં ભાવનગરનાં પાલિતાણાની મનાલી પરમારની પસંદગી થઈ છે. ગુજરાત રમતગમત સત્તામંડળ – SAG-એ સોશિયલ મીડિયા સંદેશમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.