રમતગમત

નવેમ્બર 7, 2024 10:33 એ એમ (AM)

views 23

ટેનિસમાં, ભારતના દિવિજ શરણ અને તેમના ઇઝરાયેલના ભાગીદાર ડેનિયલ કુકીરમેન HPP ઓપનમાં પુરુષોની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા

ટેનિસમાં, ભારતના દિવિજ શરણ અને તેમના ઇઝરાયેલના ભાગીદાર ડેનિયલ કુકીરમેન ફિનલેન્ડના હેલસિંકીમાં રમાઇ રહેલી HPP ઓપનમાં પુરુષોની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. શરણ અને કુકીરમેને ગઈ કાલે રાત્રે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચેકિયાના માતેજ વોસેલ અને ડેનમાર્કના જોહાન્સ ઈંગિલ્ડસેનની જોડીને 7-6, 7-5થી હરાવી ...

નવેમ્બર 6, 2024 2:36 પી એમ(PM)

views 38

ઇન્ડિયન પ્રીમિયર લીગ – IPL 2025 માટેની હરાજી આ મહિનાની 24 અને 25 તારીખના રોજ સાઉદી અરબના જેદ્દાહમાં થશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ – IPL 2025 માટેની હરાજી આ મહિનાની 24 અને 25 તારીખના રોજ સાઉદી અરબના જેદ્દાહમાં થશે. બીસીસીઆઈએ ગઈકાલે આ જાહેરાત કરી હતી. આ સતત બીજી વાર છે જ્યારે હરાજી વિદેશમાં કરવામાં આવી રહી છે. 1 હજાર, 165 ભારતીય અને 409 વિદેશી ખેલાડીઓ સહિત કુલ 1 હજાર, 574 ક્રિકેટ ખેલાડીઓએ હરાજી માટે સહમતી દર...

નવેમ્બર 6, 2024 2:35 પી એમ(PM)

views 29

ભારતીય ઑલિમ્પિક સંઘ – IOA એ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીના ફ્યૂચર હોસ્ટ કમિશનને વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટેની આશા વ્યક્ત કરતો પત્ર સોંપ્યો

ભારતીય ઑલિમ્પિક સંઘ – IOA એ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીના ફ્યૂચર હોસ્ટ કમિશનને વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટેની આશા વ્યક્ત કરતો પત્ર સોંપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પત્ર ગયા મહિને આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2036માં ઑલિમ્પિકના યજમાન બ...

નવેમ્બર 6, 2024 10:37 એ એમ (AM)

views 39

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આગામી 17 થી 21 નવેમ્બર દરમિયાન 68મી અન્ડર- 17 નેશનલ સ્કૂલ ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આગામી 17 થી 21 નવેમ્બર દરમિયાન 68મી અન્ડર- 17 નેશનલ સ્કૂલ ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે, જેમાં વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને એકમોના ખેલાડીઓએ ભાગ લેશે. આ સંદર્ભમાં, રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશના -17 વર્ષથી ઓછી વયના ટેબલ ટેનિસ મા...

નવેમ્બર 5, 2024 2:25 પી એમ(PM)

views 33

આજે ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનો પ્રારંભ

ચેસમાં ચેન્નઈ ગ્રાન્ડમાસ્ટર્સ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનો આજે અન્ના સેનેટરી લાઇબ્રેરીમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટનમાં પારંપરિક રીતે ચેસ રમાશે. સ્પર્ધામાં સાત રાઉન્ડ થશે. વિદિત ગુજરાતી, આર. વૈશાલી અને હરિકા દ્વૌણાવલ્લી સાથે વર્લ્ડ નંબર 3 ગ્રાન્ડમાસ્ટર અર્જૂન એરિગૈસી ટુર્મામેન્ટમાં દેશનું પ...

નવેમ્બર 4, 2024 2:47 પી એમ(PM)

views 31

અમેરિકાના કોલોરાડોમાં રમાઇ રહેલી 19 વર્ષથી ઓછી વયની વિશ્વ મુક્કેબાજી સ્પર્ધામાં ભારતે 4 સુવર્ણ સહિત 17 ચંદ્રકો જીત્યા

અમેરિકાના કોલોરાડોમાં રમાઈ રહેલી 19 વર્ષથી ઓછી વયની વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં ભારતે પુરૂષ અને મહિલા વર્ગમાં 4 સુવર્ણ સહિત 17 ચંદ્રકો જીત્યા છે. ભારતીય ટુકડીમાં 9 પુરૂષ અને 10 મહિલા સહિત 19 મુક્કેબાજોનો સમાવેશ થાય છે, જેમાંથી 12 ફાઇનલમાં પહોંચ્યા છે. હેમંત સાંગવાન ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતનાર...

નવેમ્બર 4, 2024 2:45 પી એમ(PM)

views 28

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ વેનેઝુએલામાં રમાઈ રહેલી ડબલ્યુટીટીમાં ફીડર મેન્સ સિંગલ અને મિક્સ્ડ ડબલ્સ એમ બે ટાઈટલ જીત્યા

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ વેનેઝુએલાના કારાકાસમાં રમાઈ રહેલી ડબલ્યુટીટી ફીડર મેન્સ સિંગલ અને મિક્સ્ડ ડબલ્સ એમ બે ટાઈટલ જીતી લીધા છે. મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં દેસાઈ અને તેની સહયોગી કૃતત્વિકા રોયે ક્યુબાની જોડીને 3-2થી પરાજય આપ્યો હતો. જયારે પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં ફ્રાન્સના જો સેફ્રીડને 3...

નવેમ્બર 3, 2024 9:45 એ એમ (AM)

views 22

ભારતના અતનુ દાસે સ્વિત્ઝર્લેન્ડના લુસાને ખાતે યોજાયેલી સ્વિસ ઑપન ઇન્ડોર તીરંદાજી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો

ભારતના અતનુ દાસે સ્વિત્ઝર્લેન્ડના લુસાને ખાતે યોજાયેલી સ્વિસ ઑપન ઇન્ડોર તીરંદાજી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. અતનુ દાસે સ્વિત્ઝર્લેન્ડના થૉમસ રૂફરને 6—4થી પરાજય આપ્યો હતો. આ પહેલા સેમિ-ફાઈનલમાં અતનુ દાસ ફ્રાન્સના રૉમેન ફિચેટ સામે 4—5થી હારી ગયા હતા. રૉમેને ફિચેટ અને ઈટલીના એલેસેન્ડ્રો પાઓલીએ...

નવેમ્બર 3, 2024 9:44 એ એમ (AM)

views 25

ભારતનાં માલવિકા બંસોડ ડેન્માર્કનાં જૂલિ ડાવલ જેકબસેનને હરાવીને હાયલો ઑપન બેડમિન્ટન સ્પર્ધાના મહિલા સિંગલ્સ ફાઈનલમાં પહોંચ્યાં

ભારતનાં માલવિકા બંસોડ ડેન્માર્કનાં જૂલિ ડાવલ જેકબસેનને હરાવીને હાયલો ઑપન બેડમિન્ટન સ્પર્ધાના મહિલા સિંગલ્સ ફાઈનલમાં પહોંચ્યાં છે. ફાઈનલમાં આજે તેઓ ડેન્માર્કના સાતમા ક્રમાંકિત ખેલાડી મિયાબ્લિચફેલ્ટ સામે રમશે. વર્ષ 2022માં સૈયદ મોડી આંતરરાષ્ટ્રીય B.W.F. સુપર 300 સ્પર્ધામાં પી.વી. સિંધુ સામે પરાજિત થઈન...

નવેમ્બર 2, 2024 2:33 પી એમ(PM)

views 39

ભારતની ક્રિશા વર્માએ ગઈકાલે અમેરિકાના કોલોરાડોમાં અંડર-19 વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો

ભારતની ક્રિશા વર્માએ ગઈકાલે અમેરિકાના કોલોરાડોમાં અંડર-19 વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જોકે અન્ય પાંચ ભારતીય મુક્કેબાજો પોતપોતાની ફાઇનલમાં હારી ગયા હતા. ક્રિશાએ જર્મનીની લેરિકા સિમોનને 5-0થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે ચંચલ ચૌધરી મહિલાઓની 48 કિલોગ્રામ વર્ગની ફ...