આંતરરાષ્ટ્રીય

મે 17, 2025 10:15 એ એમ (AM)

views 36

રશિયા અને યુક્રેન સંઘર્ષની શરૂઆત પછી યુદ્ધ કેદીઓની સૌથી મોટી અદલાબદલી માટે સંમત થયા

રશિયા અને યુક્રેન સંઘર્ષની શરૂઆત પછી યુદ્ધ કેદીઓની સૌથી મોટી અદલાબદલી માટે સંમત થયા છે.ગઇકાલે તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેનના પ્રતિ-નિધિમંડળો વચ્ચે શાંતિ વાટાઘાટો દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષમાં આ પહેલી સીધી શાંતિ મંત્રણા છે. યુક્રેનિયન પ્રતિ-નિધિમંડળનું...

મે 15, 2025 9:42 એ એમ (AM)

views 52

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે વાતચીત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે સાંજે કતારની રાજધાની દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે વાતચીત કરી હતી. પશ્ચિમ એશિયાની ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં સાઉદી અરેબિયાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગઇકાલે દોહા પહોંચ્યા હતા. 20 વર્ષથી વધુ સમયમાં કોઈ અમેરિકન...

મે 13, 2025 1:28 પી એમ(PM)

views 31

ફ્રાન્સમાં 78-મા કાન ફિલ્મ મહોત્સવનો આજથી આરંભ.

ફ્રાન્સમાં આજથી 78-મા કાન ફિલ્મ મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે. 12 દિવસના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પ્રખ્યાત હસ્તિઓ, અભિનેતા અને ફિલ્મનિર્માતા ભાગ લેશે. આ વર્ષે મહોત્સવની વિષયવસ્તુ ‘પ્રકાશ, સૌંદર્ય અને ક્રિયા – એક શક્તિશાળી દર્શન, જે આત્મવિશ્વાસ, આત્મસન્માન અને એ વિશ્વાસ પર આધારિત છે કે, પ્રત્યેક વ્યક...

મે 13, 2025 8:51 એ એમ (AM)

views 33

ભારતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અટકાવ્યાના દાવાને નકારી કાઢ્યો

ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને નકારી કાઢ્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અટકાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ બંને દેશો સાથે ઘણો વેપાર કરવા જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે નવમી મેના રોજ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને પ્રધાનમંત્રી નર...

મે 12, 2025 7:31 પી એમ(PM)

views 23

અમેરિકા અને ચીન 90 દિવસ માટે એકબીજાની ચીજવસ્તુઓ પરની જકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત

એક આશ્ચર્યજનક સફળતામાં, અમેરિકા અને ચીન આજે પ્રારંભિક 90 દિવસના સમયગાળા માટે એકબીજાની ચીજવસ્તુઓપરનીજકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત થયા છે. આ નિર્ણયને પગલે વેપાર યુધ્ધહળવું બન્યું છે અને વૈશ્વિક શેર બજારોને વેગ આપ્યો છે.વિશ્વનાં ટોચનાંબે અર્થતંત્રોના અધિકારીઓ દ્વારા સ્વિત્ઝર્લેન્ડના જિનિવામાં ગયા સ...

મે 11, 2025 6:00 પી એમ(PM)

views 25

બલૂચ લિબરેશન આર્મી-બીએલએએ બલૂચિસ્તાનમાં 39 જુદા-જુદા  સ્થળોએ અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી

બલૂચ લિબરેશન આર્મી-બીએલએએ બલૂચિસ્તાનમાં 39 જુદા-જુદા  સ્થળોએ અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. એક નિવેદનમાં, બીએલએએ જાહેરાત કરી હતી કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. બીએલએના પ્રવક્તા ઝીંદ બલોચના જણાવ્યા અનુસાર, હુમલાઓમાં પોલીસ સ્ટેશનો, લશ્કરી કાફલાઓ અને મુખ્ય ધોરીમાર્ગો પરના માળખાકીય સુવિધાઓ સહિતઅનેક લક્ષ...

મે 11, 2025 9:33 એ એમ (AM)

views 24

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટોનો નવો તબક્કો આજે ઓમાનમાં શરૂ થશે

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટોનો નવો તબક્કો આજે ઓમાનમાં શરૂ થશે. ઓમાનની મધ્યસ્થી હેઠળ ત્રણ મેના રોજ રોમમાં યોજાનારી ચોથી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી હતી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે, ઓમાન દ્વારા આજની વાતચીતની તારીખનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને બંને પક્ષોએ સ્વી...

મે 9, 2025 2:18 પી એમ(PM)

views 23

આજે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની બેઠકમાં 1.3 અબજ ડોલરની લોન લેવાની પાકિસ્તાનની માંગણીનો ભારત વિરોધ કરશે

વર્તમાન સ્થિતિમાં પાકિસ્તાન સરકારે ભારે નુકસાન પછી આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરી છે. આજે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની એક્ઝિક્યુટિવ બોર્ડ મિટિંગમાં 1.3 અબજ ડોલરની લોન લેવાની પાકિસ્તાનની માંગણીનો ભારત વિરોધ કરશે. પાકિસ્તાન સરકારના આર્થિક બાબતોના વિભાગે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું...

મે 8, 2025 9:21 એ એમ (AM)

views 39

અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના બે સાંસદો કૃષ્ણમૂર્તિ અને થાનેદારે ભારતે આતંકવાદીઓ સામે કરેલી કાર્યવાહીને ટેકો જાહેર કર્યો

અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના બે સાંસદો કૃષ્ણમૂર્તિ અને થાનેદારે ભારતે આતંકવાદીઓ સામે કરેલી કાર્યવાહીને ટેકો જાહેર કર્યો છે.ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિએ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે, આતંકવાદનો સામનો કરવાની અને ભવિષ્યમાં થતી હિંસા અટકાવવાની જરૂરિયાતને યોગ્ય ઠેરવી હતી. જ્યારે બીજા ભ...

મે 8, 2025 9:18 એ એમ (AM)

views 40

અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે યુરોપને સંરક્ષણની વધુ જવાબદારી લેવા પર ભાર મૂક્યો

અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે યુરોપને સંરક્ષણની વધુ જવાબદારી લેવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે, યુરોપ અને અમેરિકા બંને સલામતીની જવાબદારીનું વહન કરતા હતાં, પરંતુ વર્તમાન સ્થિતિ જોતાં આગામી વીસ વર્ષના પડકારોને પહોંચી વળવા એટલાન્ટિકની બંને બાજુએ સલામતીની કડક વ્યવસ્થાની જરૂર છે અને આ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.