ભાવનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલનાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. બેઠકમાં આગામી 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતિ અન્વયે ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની ઉજવણીના જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે રચવામાં આવેલી સમિતિઓની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા.
બેઠક દરમિયાન પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થા સુચારૂ રીતે ઉપલબ્ધ બને તે માટે કરવામાં આવેલા આયોજનની સમીક્ષા કરવામાં આવી.