ઓક્ટોબર 10, 2026 9:51 એ એમ (AM)

printer

પેટાચુંટણીમાં પશ્ચિમ બંગાળમાં બે વિધાનસભા બેઠકો અને આસામમાં નાગાંવ લોકસભા બેઠક ભાજપે જીતી; ટીવીકેનો તમિલનાડુમાં બે બેઠકો પર વિજય

પશ્ચિમ બંગાળ વિધાનસભા અને આસામ લોકસભા પેટાચૂંટણીઓમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે, જ્યારે શાસક તમિલનાડુ વેટ્ટી કઝગમ (ટીવીકે) એ તમિલનાડુમાં બે વિધાનસભા પેટા ચૂંટણીઓ જીતી છે. પુડુચેરીમાં, શાસક ઓલ ઈન્ડિયા એન.આર. કોંગ્રેસે થટ્ટનચાવાડી વિધાનસભા બેઠક જાળવી રાખી છે.

તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં પાંચ વિધાનસભા બેઠકો અને આસામમાં નાગાંવ લોકસભા પેટાચૂંટણી માટે પેટાચૂંટણી મંગળવારે યોજાઈ હતી. જેની ગઈકાલે મતગણતરી હાથ ધરાઇ હતી.

પશ્ચિમ બંગાળમાં ભાજપે નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકો બંને પર જીત મેળવી હતી. આસામમાં ભાજપના ઉમેદવાર દેવાશીષ શર્માએ નાગાંવ લોકસભા પેટા ચૂંટણી જીતી,

તમિલનાડુમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની ટીવીકે પાર્ટીએ ધારાપુરમ અને મદુરંતકમ બંને બેઠકો જીતી. પુડુચેરીમાં, ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ)ના મુખ્ય સાથી, એઆઈએનઆરસીએ થટ્ટનચાવાડી વિધાનસભા બેઠક જાળવી રાખી.