સપ્ટેમ્બર 23, 2026 11:37 એ એમ (AM)

printer

અરવલ્લીમાં માદક પદાર્થોના જથ્થો લઇ જતી કારનો પીછો કરતી પોલીસ ઉપર બે રાઉન્ડ ફાયરીંગ – આરોપીઓ ફરાર

અરવલ્લીમાં SOG પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સ્કોર્પિયો કારમાંથી મોટી માત્રામાં માદક પદાર્થ ઝડપી પાડ્યો છે. ધનસુરા પોલીસ સ્ટેશન હદના નવી શીણોલ ગામની સીમમાં એસઓજીની ટીમે શંકાસ્પદ સ્કોર્પિયો કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલકે કાર ઉભી રાખવાને બદલે પોલીસ તરફ હંકારી હતી.

પોલીસે પીછો કરતાં કારચાલકે સરકારી વાહનને ટક્કર મારી ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. કારમાંથી પોલીસે માદક પદાર્થનો જથ્થો અને મેગેઝિન, બે જીવતા કારતૂસ, બે મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો હોવાનું અરવલ્લીના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું.