સપ્ટેમ્બર 23, 2026 9:53 એ એમ (AM)

printer

એશિયન ગેમ્સમાં આજે ભારતીય મહિલા હોકી ટીમ થાઇલેન્ડ સામે ટકરાશે

એશિયન ગેમ્સમાં, મનુ ભાકર અને મીરાબાઈ ચાનુ આજે જાપાન ખાતે ભારતના ચોથા દિવસના અભિયાનનું નેતૃત્વ કરશે.

વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ મહિલાઓની 49-કિલોગ્રામ ફાઇનલમાં ભાગ લેશે. હોકીમાં, ભારતીય મહિલા ટીમ આજે  તેમના ત્રીજા પૂલ બી મેચમાં થાઇલેન્ડ સામે ટકરાશે. મેચ સવારે 11:30 વાગ્યે શરૂ થશે.

ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં જાપાનને હરાવ્યા બાદ, પુરુષોની બેડમિન્ટન ટીમ આજે સેમિફાઇનલમાં ચીન સામે ટકરાશે. વુશુમાં, રોશીબીના દેવીનો સામનો મહિલા 60 કિલોગ્રામમાં સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયાની ખેલાડી સામે થશે.

અન્ય ઇવેન્ટ્સમાં, ભારતીય પુરુષોની ટીમ રેગુ પ્રિલિમિનરી મેચમાં ફિલિપાઇન્સ સામે થશે. રોઇંગમાં, બલરાજ પનવાર પુરુષોની સિંગલ સ્કલ્સમાં ભાગ લેશે. સ્કીટ શૂટર્સ અનંતજીત સિંહ નારુકા, ભવતેઘ સિંહ ગિલ અને મૈરાજ અહમદ ખાન ક્વોલિફિકેશન જ્યારે મહિલા સ્કીટ ટીમ પણ ભાગ લેશે.

ભારતીય પુરુષ અને મહિલા કબડ્ડી ટીમની સાથે બોક્સિંગમાં, જદુમણિ સિંહ પુરુષોની 55 કિલોગ્રામ શ્રેણીમાં જ્યારે સાક્ષી ચૌધરી પણ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.

ભારતીય ખેલાડીઓ કેનો સ્પ્રિન્ટ, ફેન્સીંગ, સ્ક્વોશ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, બોક્સિંગ, અશ્વારોહણ અને સોફ્ટ ટેનિસમાં પણ ભાગ લેશે.

ગઈકાલે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 147 રનથી હરાવીને રમતોત્સવમાં દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો. આ વિજયથી ભારતની મેડલ સંખ્યા સાત થઈ છે.