નવેમ્બર 7, 2026 10:22 એ એમ (AM)

printer

ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ 2026માં અમદાવાદના રુદ્રાંશે રજત અને સુવર્ણ ચંદ્રક જીત્યો

કરાટે એસોશિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા જૂનાગઢ ખાતે યોજાયેલ સ્પર્ધામાં અમદાવાદના ૯ વર્ષના રુદ્રાંશ શાહે અને એક સુવર્ણ અને એક રજત ચંદ્રક મેળવ્યો હતો. ચેમ્પિયનશિપમાં ૮થી ૯ વર્ષના વયજૂથમાં, પર કિલોગ્રામ વજન વર્ગની કલર બેલ્ટ કેટેગરીમાં રુદ્રાંશ શાહે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું.

કુમિતે ઇવેન્ટમાં સતત બે રાઉન્ડની ફાઈટ જીતીને પ્રથમ સ્થાન સાથે સુવર્ણ જીત્યો હતો. જ્યારે કાતા ઇવેન્ટમાં એક રાઉન્ડની ફાઈટ જીતીને રજત ચંદ્રક મેળવ્યો હતો.