નવેમ્બર 7, 2026 11:08 એ એમ (AM)

printer

દિવાળીના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો સેવાના સમયમાં ફેરફાર કરાયો

દિવાળીના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો સેવાના સમયમાં ફેરફાર કરાયો છે.

દિવાળીના તહેવાર દરમિયાન જાહેર માર્ગો પર થતી ફટાકડાની આતશબાજીને ધ્યાનમાં રાખીને દિવાળીના દિવસે, એટલે કે 8 નવેમ્બરે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો સેવાના નિયમિત સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

જેમાં અમદાવાદમાં સાંજે 7 અને ગાંધીનગરમાં સાંજે 6 વાગ્યા સુધી જ મળશે. દિવાળીની રાત્રે મેટ્રો ટ્રેનો મોડે સુધી દોડશે નહીં.