ઓક્ટોબર 13, 2024 4:14 પી એમ(PM)

printer

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે શાંઘાઈ સહકાર સંગઠનની બેઠક  યોજાશે

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે શાંઘાઈ સહકાર સંગઠનની બેઠક  યોજાશે. જે અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પંજાબ સરકારે રાવલપિંડીમાં 17 ઓક્ટોબર સુધી કલમ 144 લાગુ કરી છે. 

આ બેઠકને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદમાં સેના તૈનાત કરવામાં આવી છે. રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં મેરેજ હોલ, રેસ્ટોરન્ટ અને કાફે પાંચ દિવસ માટે બંધ  કરાયા છે.  વિદેશમંત્રી એસ.જયશંકર પણ આ બેઠકમાં ભાગ લેવા માટે ઈસ્લામાબાદ જશે.