સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા કતારગામમાંથી 62 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો. કતારગામ દરવાજા પાસે કુબેરનગર એક ખાતે આવેલા મેસર્સ ભરત ટ્રેડર્સમાં દરોડા દરમિયાન આરોગ્ય વિભાગને 44 હજાર 230 રૂપિયાની કિંમતનો ઘીનો જથ્થો મળી આવ્યો. આ તમામ જથ્થો તપાસ માટે જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં મોકલાયો હોવાનું ખાદ્ય સુરક્ષા અધિકારી વી. આર. બ્રહ્મભટ્ટે જણાવ્યું.
Site Admin | નવેમ્બર 2, 2026 3:00 પી એમ(PM)
સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા કતારગામમાંથી 62 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો