ઓગસ્ટ 23, 2026 12:58 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવકાશ ક્ષેત્રના સીઈઓને મજબૂત અવકાશ ઇકોસિસ્ટમ બનાવવા આહ્વાન કર્યું

દેશ આજે રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષે 23 ઓગેસ્ટે ચંદ્રયાન-3ની ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની સ્મૃતિમાં આ દિવસ ઉજવાય છે.

વર્ષ 2023 માં આ દિવાસે ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળ લેન્ડિંગ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે નાગરિકો અને વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતાં તેમણે કહ્યું કે ભારત નવી વૈશ્વિક વ્યવસ્થામાં તેના અવકાશ ક્ષેત્રનો સતત વિસ્તાર કરી રહ્યું છે.

ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણને રાષ્ટ્રીય અવકાશ દિવસની શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, અવકાશ સંશોધનમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ દેશની વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા, નવીનતાની ભાવના અને જ્ઞાનની સીમાઓને આગળ વધારવાના દૃઢ નિશ્ચયનો પુરાવો છે.  

રાષ્ટ્રીય અવકાશ દિવસ પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ચંદ્રયાન-3 ના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણની ક્ષણને યાદ કરી. અને વિકસિત ભારતમાં યોગદાન આપવામાં વૈજ્ઞાનિક સમુદાય અને સંશોધકોની ભૂમિકાની પ્રશંસા કરી.