મહેસાણામાં કડી અને જોટાણા તાલુકાની 147 સહિત જિલ્લાની 385 ગ્રામ પંચાયત માટે આગામી ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે. બેલેટ પેપરથી યોજાનારી આ ચૂંટણી માટે જિલ્લાના ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 248 પંચાયતમાં મુદત પૂર્ણ થવાના કારણે સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે 129 જગ્યામાં ખાલી પડેલી સરપંચ અને વૉર્ડના સભ્યોની પેટાચૂંટણી તેમજ વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલી આઠ ગ્રામ પંચાયત પર ચૂંટણી યોજાશે, તેમ અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે.
Site Admin | નવેમ્બર 2, 2026 2:54 પી એમ(PM)
મહેસાણામાં કડી અને જોટાણા તાલુકાની 147 સહિત જિલ્લાની 385 ગ્રામ પંચાયત માટે આગામી ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે