નવેમ્બર 2, 2026 8:02 પી એમ(PM)

printer

નવ લાખ આઠ હજાર ઘરો પર રૂફટૉપ સૌર પ્રણાલી સ્થાપિત કરનારું ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

રાજ્યમાં અત્યાર સુધીમાં નવ લાખ આઠ હજાર ઘરો પર રૂફટૉપ સૌર પ્રણાલી સ્થાપિત કરવામાં આવી, જેની સ્થાપિત ક્ષમતા ત્રણ હજાર 408 મેગાવૉટ છે. સાથે જ ગુજરાત દેશભરમાં રૂફટૉપ સૌર પ્રણાલીની સ્થાપિત ક્ષમતામાં અગ્રણી રાજ્ય બન્યું છે. ગુજરાતે માર્ચ 2027 સુધીમાં 10 લાખ ઘર પર આ પ્રણાલી સ્થાપિત કરવાનો 90 ટકા લક્ષ્ય પૂર્ણ કરી લીધો છે. રાજ્યમાં રહેણાંક મકાનમાં છ કિલોવૉટ સુધીની રૂફટૉપ પ્રણાલી માટે નિયમનકારી ફી તરીકે બે હજાર 950 રૂપિયાની સહાય સરકાર દ્વારા અપાય છે, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2070 સુધી દેશમાં નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે. પરંપરાગત ઈંધણ પર નિર્ભરતા ઘટાડવા અને વર્ષ 2030 સુધી દેશની વીજળીની 50 ટકા જરૂરિયાત નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતમાંથી પૂર્ણ કરવા વિવિધ પહેલ અમલમાં મુકવામાં આવી છે.