અન્ય

ઓક્ટોબર 6, 2024 7:25 પી એમ(PM)

views 74

મહીસાગર: ATM ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 4 લોકોની ધરપકડ; 3.85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મહીસાગર જિલ્લામાં ATM કાર્ડની અદલા બદલી કરી લોકો સાથે છેતરપિંડી કરનારા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડી 3 લાખ 85 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંતરામપુરથી લુણાવાડા તરફ એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ કારની તપાસ કરતાં 40 એટીએમ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ કરતા રાજ્યના ઝાલોદ, ...

ઓક્ટોબર 6, 2024 7:17 પી એમ(PM)

views 87

ગાંધીનગર: મેયર મીરા પટેલે નવરાત્રી દરમિયાન સ્વચ્છતા જાળવવાનાં શપથ લેવડાવ્યા

ગાંધીનગર શહેરનાં મેયર મીરા પટેલે ગઈકાલે લોકોને નવરાત્રી દરમિયાન સ્વચ્છતા જાળવવાનાં શપથ લેવડાવ્યા હતા. કોબા ખાતે આવેલી સોસાયટીમાં ગરબા દરમિયાન મેયરે સોસાયટીના લોકોને નવરાત્રી દરમિયાન સ્વચ્છતા તો રાખીએ જ પણ પોતાના જીવનમાં પણ સ્વચ્છતાને અભિન્ન અંગ બનાવીએ તેવો અનુરોધ કર્યો હતો.

ઓક્ટોબર 6, 2024 7:07 પી એમ(PM)

views 43

ડાંગ: સુબિરમાં આયોગના ત્રિ-માસિક “સંપૂર્ણતા અભિયાન”નું સમાપન

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા ખાતે નીતિ આયોગના ત્રિ-માસિક “સંપૂર્ણતા અભિયાન”નું સમાપન થયું છે. આ ત્રણ મહિના દરમિયાન તમામ વિભાગ દ્વારા આરોગ્ય ક્ષેત્રે 3, પોષણ ક્ષેત્રના એક, ખેતીવાડીના એક, જિલ્લા ગ્રામવિકાસ સંસ્થાના એક મળી કુલ 6 સૂચકને સેચ્યુરેશન લેવલ એટલે કે, સંતૃપ્તિ સ્તર સુધી લાવવા આપેલા લક્ષ્યાંકો પૂ...

ઓક્ટોબર 5, 2024 10:12 એ એમ (AM)

views 54

ભારતની વિદેશી હૂંડિયામણની અનામત 700 અબજ ડોલરને પાર

ભારતની વિદેશી હૂંડિયામણની અનામત 700 અબજ ડોલરને પાર થઈ છે. આ સિધ્ધિ હાંસલ કરનાર ભારત ચીન, જાપાન અને સ્વિત્ઝર્લેન્ડ બાદ ચોથો દેશ બન્યો છે. 27 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતની વિદેશી હૂંડિયામણ અનામત 12 અબજ 500 કરોડ ડોલર વધતાં 704 અબજ 885 કરોડ ડોલરની નવી ઊંચી સપાટીને સ્પર્શી હતી. ગઈ કાલે રિઝર્વ બે...

ઓક્ટોબર 3, 2024 7:14 પી એમ(PM)

views 35

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આસો સુદ એકમથી નોમ સુધી નોરતાનાં નવ દિવસ દરમિયાન નવર્દુગાના નવ સ્વરૂપોની પૂજા, અર્ચન, જપ-તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર દેશનાં શક્તિપીઠ ખા...

ઓક્ટોબર 3, 2024 6:21 પી એમ(PM)

views 52

શેરબજારના સ્થાનિક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે સતત ચોથા સત્રમાં બે ટકાનો ઘટાડો યથાવત રહ્યો

શેરબજારના સ્થાનિક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે સતત ચોથા સત્રમાં બે ટકાનો ઘટાડો યથાવત રહ્યો હતો. પશ્ચિમ એશિયામાં વધતા જતા સંઘર્ષ વચ્ચે નબળા વૈશ્વિક વલણની અસરને કારણે છેલ્લા બે મહિનામાં બજારમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 1 હજાર 769 પોઇન્ટ ઘટીને 82 હજાર 497 અને નિફ્ટી 546 પોઇન્ટ ઘટીન...

ઓક્ટોબર 3, 2024 3:19 પી એમ(PM)

views 32

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં નવરાત્રિ પર્વની ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી..

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પણ નવરાત્રિ પર્વની ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી, દેશના વિવિધ ભાગોમાંથી કટરા ખાતે માતા વૈષ્ણોદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને મંદિરની પવિત્ર ગુફાની અંદર દેવી "દુર્ગા", દેવી "મહા કાલી" અને દેવી "સરસ્વતી" ને...

ઓક્ટોબર 3, 2024 3:12 પી એમ(PM)

views 56

પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી

પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. તેના કારણે આજે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સમાં પ્રારંભિક તબક્કે 877 પૉઇન્ટનો કડાકો થયો હતો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 259 પોઈન્ટ ઘટીને 25 હજાર 537 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

ઓક્ટોબર 3, 2024 11:46 એ એમ (AM)

views 34

આજે સાબરમતીથી ઉપડનારી સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મહેસાણા-પાલનપુર સેક્શન પર ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે આજથી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ની આજથી 07 ઓક્ટોબર સુધી આબુ રોડથી ઉપડતી આબુ રોડ-મહેસાણા ડેમુ રદ રહેશે. જ્યારે 04, 05 અને 06 ઓક્ટોબરના ...

ઓક્ટોબર 3, 2024 10:42 એ એમ (AM)

views 67

હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગીજવીજ સાથે વળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌ...