ચૂંટણીઓ

નવેમ્બર 5, 2025 1:38 પી એમ(PM)

views 87

આવતીકાલે બિહારમાં યોજાનારી પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ.

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ તબક્કામાં આવતીકાલે 18 જિલ્લાઓમાં ફેલાયેલી 121 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં એક હજાર 314 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. આ તબક્કામાં ત્રણ કરોડ ૭૫ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કામાં જે જિલ્લા...

નવેમ્બર 2, 2025 7:46 પી એમ(PM)

views 84

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો.

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે, તેના સમાપનને હવે ફક્ત બે દિવસ બાકી છે. NDA અને મહાગઠબંધન બંનેના વરિષ્ઠ નેતાઓએ મતવિસ્તારોમાં અનેક ચૂંટણી રેલીઓને સંબોધિત કરી છે. ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પટણામાં રોડ શો કર્યો હતો. દરમિયાન, કોંગ્રેસના નેત...

નવેમ્બર 2, 2025 7:40 પી એમ(PM)

views 76

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં. કાનપુરમાં પત્રકારો સાથે વાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી પંચ આવી પરિસ્થિતિઓનો કડક હાથે સામનો કરશે.

નવેમ્બર 1, 2025 7:46 પી એમ(PM)

views 79

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપરિત હવામાનની પરિસ્થિતિ હોવા છતાં પણ ચૂંટણી પ્રચાર તેજ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપરિત હવામાનની પરિસ્થિતિ હોવા છતાં પણ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ગોપાલગંજમાં વર્ચ્યુઅલી ચૂંટણી રેલીને સંબોધતા, ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. NDA ના ચૂંટણી ઢંઢેરામાં બિહારને વધુ વિકસિત બનાવવા અને ...

ઓક્ટોબર 31, 2025 4:30 પી એમ(PM)

views 105

ભાજપે બિહાર વિધાનસભાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો – મહાગઠબંધન સહિતના પક્ષોની તડમાર તૈયારીઓ

ભાજપ અને જેડી(યુ)ની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધને આજે પટનામાં બિહાર વિધાનસભા ચૂંટણી માટેનો પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. જે યુવાનો, રોજગાર, કૌશલ્ય વિકાસ, ખેડૂતો, પછાત વર્ગો, દલિતો અને મહિલાઓના સશક્તિકરણ પર કેન્દ્રિત છે. તેમાં આગામી પાંચ વર્ષમાં એક કરોડ સરકારી નોકરીઓ અને રોજગારનું નિર્માણ કરવાનું ...

ઓક્ટોબર 30, 2025 7:55 પી એમ(PM)

views 97

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો છે. સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) અને મહાગઠબંધનના નેતાઓ પણ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિ...

ઓક્ટોબર 30, 2025 2:02 પી એમ(PM)

views 74

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ બિહારના મુઝફ્ફરપુરમાં ચૂંટણી સભા સંબોધી

બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA અને મહાગઠબંધન બંનેના અગ્રણી પ્રચારક તથા વરિષ્ઠ નેતાઓ મતદારોને આકર્ષવા વિવિધ ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આજે બિહારના મુઝફ્ફરપુરમાં ચૂંટણી સ...

ઓક્ટોબર 29, 2025 7:54 પી એમ(PM)

views 90

ચૂંટણી પંચે નાગરિકોના પ્રશ્નોનું સમાધાન કરવા રાષ્ટ્રીય મતદાર સહિત તમામ રાજ્ય-જિલ્લા સ્તરની હેલ્પલાઈન સક્રિય કરી

કેન્દ્રીય ચૂંટણી પંચે નાગરિકોના તમામ પ્રશ્નો અને ફરિયાદોનો ઉકેલ લાવવા માટે રાષ્ટ્રીય મતદાર હેલ્પલાઇન અને તમામ રાજ્ય અને જિલ્લા સ્તરની હેલ્પલાઇન સક્રિય કરી છે. રાષ્ટ્રીય સંપર્ક કેન્દ્ર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે કેન્દ્રીય હેલ્પલાઇન તરીકે સેવા આપશે. તે દરરોજ સવારે 8:00 થી રાત્રે 8:00 વા...

ઓક્ટોબર 29, 2025 3:12 પી એમ(PM)

views 120

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારમાં તેજી આવી, રાજકીય પક્ષોનો પરસ્પર આરોપ પ્રત્યારોપનો દોર

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારમાં તેજી આવી છે. NDA અને મહાગઠબંધનના ઘટક પક્ષો એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે અને મતદારોને આકર્ષવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે. ગઈકાલે બહાર પાડવામાં આવેલા મહાગઠબંધનના ઢંઢેરાની ટીકા કરતા, ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ પટણામાં કહ્યું...

ઓક્ટોબર 27, 2025 7:53 પી એમ(PM)

views 109

ચૂંટણી પંચે આજે ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણાની જાહેરાત કરી

ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા-SIR હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું, આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, ત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.