ઓક્ટોબર 12, 2026 8:48 એ એમ (AM)

printer

બરડા વન્યજીવ અભ્યારણ્ય સિંહોનાં લાંબા ગાળાના મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે વિકસી શકે તેવુ સંશોધનનું તારણ

બરડાનું જંગલ એશિયાઇ સિંહો માટે એક નવુ ‘ઘર’ બન્યું છે.પોરબંદર અને દેવભૂમિ દ્વારા જિલ્લામાં પથરાયેલા બરડાનાં જંગલની ખડકાળ ટેકરીઓ સિંહોને માફક આવી ગઇ છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ, બરડા વન્યજીવ અભ્યારણ્ય સિંહોનાં લાંબા ગાળાના મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે વિકસી શકે છે. બરડાનાં જંગલમાં સિંહોને લાંબાગાળા સુંધી ટકાવી રાખવા માટે જરૂરી આવાસ, પૂરતો શિકાર અને અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ ઉપલબ્ધ છે તેવુ તારણ બહાર આવ્યું હોવાનું વન અને પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું.