ફેબ્રુવારી 6, 2025 8:03 પી એમ(PM)

views 21

કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જણાવ્યું હતું કે, કાયદા અને નિયમોનું પાલન કરીને વિદેશમાં પ્રવાસ કરવો સામૂહિક હિતમાં છે

કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જણાવ્યું હતું કે, કાયદા અને નિયમોનું પાલન કરીને વિદેશમાં પ્રવાસ કરવો સામૂહિક હિતમાં છે. તેમણે જણાવ્યું કે, જો કોઈ દેશનાં લોકો બીજાં દેશોમાં ગેરકાયદેસર રીતે રહેતા જણાય તો તેમની સામે પગલાં લેવા એ દેશોની ફરજ છે અને તે આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં સર્વસ્વીકૃત સિધ્...

ફેબ્રુવારી 6, 2025 8:01 પી એમ(PM)

views 27

અમેરિકાની લોસ એન્જલસ કાઉન્ટીમાં તાજેતરમાં વિનાશ વેરનાર બે મોટા દાવાનળને કારણે મિલકત અને મૂડીને કુલ 164 અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ

અમેરિકાની લોસ એન્જલસ કાઉન્ટીમાં તાજેતરમાં વિનાશ વેરનાર બે મોટા દાવાનળને કારણે મિલકત અને મૂડીને કુલ 164 અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે પેલિસેડ્સ અને ઇટનમાં લાગેલી આગને કારણે મિલકત અને મૂ...

ફેબ્રુવારી 6, 2025 8:00 પી એમ(PM)

views 28

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બેહતા ગામમાં આજે વાયુસેનાનું એક લડાકુ વિમાન તૂટી પડ્યું હતું

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બેહતા ગામમાં આજે વાયુસેનાનું એક લડાકુ વિમાન તૂટી પડ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. બંને પાયલટ સલામત રીતે બહાર નીકળી ગયા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતનું કારણ હજુ સુધ...

ફેબ્રુવારી 6, 2025 7:57 પી એમ(PM)

views 58

ભાવનગર જવાહર મેદાન ખાતે તા.૮ અને ૯ મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ “મિલેટ મહોત્સવ-૨૦૨૫”નું આયોજન કર્યુ છે

ભાવનગર જવાહર મેદાન ખાતે તા.૮ અને ૯ મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ "મિલેટ મહોત્સવ-૨૦૨૫"નું આયોજન કર્યુ છે. જેમાં મિલેટ્સની વિવિધ લાઇવ વાનગીઓના ફુડ કોર્ટ, પ્રદર્શન સ્ટોલ તેમજ નિષ્ણાંતો દ્વારા મિલેટ્સનું આહારમા મહત્વ અંગેના માર્ગદર્શન સેમિનારની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ત્રિવિધ કાર્યક્રમમા સ્વાદ અ...

ફેબ્રુવારી 6, 2025 7:55 પી એમ(PM)

views 26

નવસારીના ચીખલી તાલુકાનાં દેગામ ગામે પ્રાચીનકાળથી બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિરે માઈ જયંતિ મહોત્સવ ધામધુમથી ઉજવાયો

નવસારીના ચીખલી તાલુકાનાં દેગામ ગામે પ્રાચીનકાળથી બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિરે માઈ જયંતિ મહોત્સવ ધામધુમથી ઉજવાયો હતો. માતાના દર્શન, પૂજા, મહાપ્રસાદ અને યજ્ઞનો સેંકડો માઇભક્તોએ લાભ લીધો હતો. મહાઆરતી ઉપરાંત કેક કાપી જન્મ દિવસની ઉજવણી બાદ કલાકાર ભૌતિક પટેલ ટીમનો લોકડાયરો યોજાયો હતો.

ફેબ્રુવારી 6, 2025 7:53 પી એમ(PM)

views 39

આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા પંચાતના પ્રમુખ નિર્મળા ગાઈનની ઉપસ્થિતિમાં આશા સંમેલન ૨૦૨૪-૨૫ યોજાયું

આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા પંચાતના પ્રમુખ નિર્મળા ગાઈનની ઉપસ્થિતિમાં આશા સંમેલન ૨૦૨૪-૨૫ યોજાયું હતું. સાથે જ ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધિઓ માટે યોજનાકીય જાણકારી અંગેનો વર્કશોપ પણ યાજવામાં આવ્યો હતો. જેમાં માતા અને બાળ મરણ રોકવા તેમજ તંદુરસ્ત સમાજના નિર્માણ ...

ફેબ્રુવારી 6, 2025 7:51 પી એમ(PM)

views 30

મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગ (WPL) 2025 માટે ગુજરાત જાયન્ટ્સ ટીમે આજે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કર્યું હતું

મહિલા ક્રિકેટ પ્રિમીયર લીગ (WPL) 2025 માટે ગુજરાત જાયન્ટ્સ ટીમે આજે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કર્યું હતું. WPLની આ ત્રીજી સીઝનમાં ગુજરાત જાયન્ટ્સ 14 ફેબ્રુઆરીએ વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે તેની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમશે. સ્પર્ધાની મેચો બેંગલુરુ, લખનઉ અને મુંબઇ ખાતે પણ યોજાશે. આ પ...

ફેબ્રુવારી 6, 2025 7:49 પી એમ(PM)

views 41

વલસાડ જિલ્લા પોલીસની અનોખી પહેલ ‘મિશન મિલાપ’ને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે

વલસાડ જિલ્લા પોલીસની અનોખી પહેલ 'મિશન મિલાપ'ને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. ઓગષ્ટ 2023માં શરૂ કરવામાં આવેલા આ અભિયાનને આગામી 15 ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત, માત્ર જાન્યુઆરી 2024માં જ 42 ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા...

ફેબ્રુવારી 6, 2025 7:48 પી એમ(PM)

views 43

સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં ગઇકાલે બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું

સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં ગઇકાલે બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક ના મળતાં NDRFની ટીમ અને ફાયર વિભાગની ટીમને જાણ કરતાં તેમની ટીમ દ્વારા 24 કલાક સુધી ભારે શોધખોળ કરાઇ હતી. કેમેરાની મદદથી ડ...

ફેબ્રુવારી 6, 2025 7:46 પી એમ(PM)

views 48

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની મુખ્ય પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની મુખ્ય પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થશે. આ પરીક્ષાના સંચાલન માટે ઝોન મુજબ પરીક્ષા કેન્દ્ર, કેન્દ્રવાર પરીક્ષાર્થીઓ, બ્લોક બિલ્ડીંગની સંખ્યા, વિષયવાર નોંધાયેલા પરીક્ષાર્થીઓ વગેરેની માહિતી અને જિલ્લા કક્ષાની કામગીરીની વિગ...