ફેબ્રુવારી 7, 2025 6:26 પી એમ(PM)

views 27

નવસારી રોજગાર કચેરી અને ગુરુકુલ વિદ્યામંદિર, સુપાના સંયુક્ત ઉપક્રમે”અગ્નિવીર પ્રોજેક્ટ” અંતર્ગત એક વિશિષ્ટ ઓનલાઈન વેબિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું

નવસારી રોજગાર કચેરી અને ગુરુકુલ વિદ્યામંદિર, સુપાના સંયુક્ત ઉપક્રમે"અગ્નિવીર પ્રોજેક્ટ" અંતર્ગત એક વિશિષ્ટ ઓનલાઈન વેબિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. માધ્યમિક વિભાગના આચાર્ય પરેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારતીય સશસ્ત્ર સેના અને "અગ્નિપથ યોજના"...

ફેબ્રુવારી 7, 2025 6:25 પી એમ(PM)

views 54

પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામમાં કુરિયર મારફતેગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા

પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામમાં કુરિયર મારફતે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે ગાંધીધામના બિઝનેસ આર્કેડ સુભાષનગર વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ કુરિયર ઓફિસ પર વૉચગોઠવવામાં આવી હતી. પોલીસે ઓડિશાથી આવેલા પાર્સલમાંથી 1.21 લાખનીકિંમતનો 12 કિલોથીવધુ ગાંજાનો જથ્થો જપ્...

ફેબ્રુવારી 7, 2025 6:23 પી એમ(PM)

views 31

રાજકોટ સિવિલમાં વર્ષ 2024માં રિકંસ્ટ્રક્શનના 68 જટિલ ઓપરેશન સહિત 6 હજાર 779 દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી કરાઈ

રાજકોટ સિવિલમાં વર્ષ 2024માં રિકંસ્ટ્રક્શનના 68 જટિલ ઓપરેશન સહિત 6 હજાર 779 દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી કરાઈ. સિવિલ હોસ્પિટલના વડા ડૉક્ટર મોનાલી માકડીયા જણાવે છે કે ચાલુ વર્ષે માત્ર જાન્યુઆરીમાં 586 સર્જરી કરાઇ છે. તેમણે ઉમેર્યું કે રાજકોટ સિવિલ ખાતે રાજ્યની પ્રથમ સ્કિન બેન્ક વર્ષ 2023થી કાર્યરત છે. આ...

ફેબ્રુવારી 7, 2025 6:21 પી એમ(PM)

views 39

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નાની દમણ ખાતે પી એમ વિશ્વકર્મા યોજના માટે જાગરૂકતા અને નોંધણી કેમ્પનું આયોજન કરાયું

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નાની દમણ ખાતે પી એમ વિશ્વકર્મા યોજના માટે જાગરૂકતા અને નોંધણી કેમ્પનું આયોજન કરાયું. સૂક્ષ્મ લઘુ મધ્યમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય દ્વારાઆ કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં માછીમારોને જાળ અને હોડી બનાવવાની યોજનાની સમજણ અપાઈ. આ અંગે પીએમ વિશ્વકર્મા યોજનાના નોડલ અધિકારી માનવેંદુ દા...

ફેબ્રુવારી 7, 2025 3:02 પી એમ(PM)

views 25

ભાવનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષાની કુસ્તી સ્પર્ધામાં ટીમાણા ગામની ગણેશ શાળાના બાળકો અગ્રેસર રહ્યા

ભાવનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષાની કુસ્તી સ્પર્ધામાં ટીમાણા ગામની ગણેશ શાળાના બાળકો અગ્રેસર રહ્યા છે. અંડર 14 સ્પર્ધામાં આશિષ ચાવડા, કાર્તિક નાદવાએ પોતાના વજન સમૂહમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. જ્યારે અન્ય 2 બાળકોએ બીજો અને અન્ય બાળકે ત્રીજો ક્રમાંક મેળવ્યો છે.

ફેબ્રુવારી 7, 2025 3:01 પી એમ(PM)

views 44

જામનગરની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા -ઇટ્રાનાં નવા નિદેશક તરીકે ડૉક્ટર તનુજા નેસરીની નિયુક્તિ થઈ

જામનગરની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા -ઇટ્રાનાં નવા નિદેશક તરીકે ડૉક્ટર તનુજા નેસરીની નિયુક્તિ થઈ છે. તેઓ હાલ આયૂષ મંત્રાલયના હેલ્થ સેક્ટર સબ-સ્કિલ કાઉન્સિલનાં અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત થયાં છે. તેઓ દેશની અનેક વિશ્વવિદ્યાલયો અને સંસ્થા શૈક્ષણિક બોર્ડનાં સભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે. તેમણે વર્ષ ...

ફેબ્રુવારી 7, 2025 3:00 પી એમ(PM)

views 31

પેક્સ કમ્પ્યુટરાઈઝૅશન યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્યની 5 હજાર 754 પેક્સમાં કમ્પ્યુટરાઈઝૅશનની પ્રક્રિયા ચાલી રહી છે

પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ એટલે કે, પેક્સ કમ્પ્યુટરાઈઝૅશન યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્યની 5 હજાર 754 પેક્સમાં કમ્પ્યુટરાઈઝૅશનની પ્રક્રિયા ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. ઉપરાંત આગામી સમયમાં રાજ્યની તમામ પેક્સને સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ કરાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ...

ફેબ્રુવારી 7, 2025 2:59 પી એમ(PM)

views 27

રાજ્યના આવકવેરા વિભાગે જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સૉલ્ટ પર દરોડા પાડ્યા

રાજ્યના આવકવેરા વિભાગે જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સૉલ્ટ પર દરોડા પાડ્યા હતા. જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે, આવકવેરા વિભાગ દ્વારા જામનગર, અમદાવાદ અને માળિયામાં તપાસ ચાલી રહી છે. દરમિયાન જામનગર-દ્વારકા રાજમાર્ગ પર આવેલા હરિ નામના ફૂડ મૉલમાં તપાસ હાથ ધરાઈ છે. આવકવેરા વિભાગે કુલ ...

ફેબ્રુવારી 7, 2025 2:57 પી એમ(PM)

views 33

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાટીદાર આંદોલનના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાટીદાર આંદોલનના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચ્યા છે. ગાંધીનગરના દુર્ગેશ મહેતા જણાવે છે કે, પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સામે ગંભીર કેસ નોંધાયા હતા. આ તમામ પોલીસ કેસ હવે પરત લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, પ...

ફેબ્રુવારી 7, 2025 2:53 પી એમ(PM)

views 42

અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ગંદકી દૂર કરવા જિલ્લા પંચાયત દ્વારા હેલ્પલાઈન નંબર શરૂ કરાયો

અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ગંદકી દૂર કરવા જિલ્લા પંચાયત દ્વારા હેલ્પલાઈન નંબર શરૂ કરાયો છે. ક્યાંય પણ ગંદકી જોવા મળે તો વ્હોટ્સએપ નંબર 82 38 33 15 15 ઉપર ફોટો મોકલી શકાશે. આ અંગે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાએ માહિતી આપી.