ફેબ્રુવારી 8, 2025 3:37 પી એમ(PM)

views 24

રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પરથી હવે કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરી શકશે

રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પરથી હવે કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરી શકશે.આગામી દિવસોમાં અદ્યતન સુવિધા સાથેનું ટર્મિનલ ખુલ્લું મુકવામાં આવનાર છે, ત્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ ૧૦થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરે છે.એરપોર્ટ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા એર...

ફેબ્રુવારી 8, 2025 3:35 પી એમ(PM)

views 13

રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર 2025’નો આરંભ થયો છે

રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર 2025'નો આરંભ થયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત...

ફેબ્રુવારી 8, 2025 3:33 પી એમ(PM)

views 43

મહેસાણા જિલ્લાની વડનગર અને ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરી યોજાશે

મહેસાણા જિલ્લાની વડનગર અને ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી 16 મી ફેબ્રુઆરી યોજાશે.આ માટે ઉમેદવારો મતદારોને ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે.વડનગર વોર્ડ ક્રમાંક 2 ના એક અપક્ષ અને વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ભાજપના બે ઉમેદવારો બિન હરિફ વિજેતા બન્યા છે.હવે 50 ઉમેદવારો ...

ફેબ્રુવારી 8, 2025 2:05 પી એમ(PM)

views 30

ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસના 32મા સત્રનું આજે નોઈડામાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઉદ્ઘાટન કરશે

ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસના 32મા સત્રનો આજથી નોઈડામાં પ્રારંભ થઈ રહ્યો છે.કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.આ પરિષદનો ઉદ્દેશ મહાકાવ્યોના વિવિધ સ્વરૂપો પર ચર્ચા માટે એક મંચ પૂરું પાડવાનો છે.આ વર્ષના કાર્યક્રમનો વિષય છે."કલા અને સંસ્કૃતિમા...

ફેબ્રુવારી 8, 2025 2:03 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે.દરમિયાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં સાથે પેરિસમાં કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. સમિટની સહ-અધ્યક્ષતા કરશે.વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપી.તેમણે કહ્યું, પ્રધાનમંત્રી આ મહિનાની 12 અને 13 તારીખ...

ફેબ્રુવારી 8, 2025 2:00 પી એમ(PM)

views 26

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો છે.ગાંધીનગરમાં BIMSTEC યુવા સમિટ 2025નો આરંભ કરાવતા આ મુજબ જણાવ્યું.શ્રી માંડવિયાએ ઉમેર્યું કે ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે.આજે દેશમાં 1 ...

ફેબ્રુવારી 8, 2025 1:55 પી એમ(PM)

views 69

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 47 અને આમ આદમી પાર્ટી 23 બેઠક પર આગળ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તમામ 70 બેઠકો માટેના વલણો સામે આવી રહ્યા છે.વલણોમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતી દેખાઈ રહી છે.તેના ઉમેદવારો 47 બેઠકો પર આગળ છે. આમ આદમી પાર્ટી 23 બેઠકો પર આગળ.ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી બેઠક પરથી હાર થઈ છે.આ બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવેશ...

ફેબ્રુવારી 8, 2025 9:37 એ એમ (AM)

views 44

રાજ્યની સૌથી મોટી વિશ્વવિદ્યાલય ગુજરાત યુનિવર્સિટીએ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ -NAACમાં A+ ગ્રેડ મેળવ્યો છે

રાજ્યની સૌથી મોટી વિશ્વવિદ્યાલય ગુજરાત યુનિવર્સિટીએ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ -NAACમાં A+ ગ્રેડ મેળવ્યો છે. 28 થી 30 જાન્યુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં NAAC નું ઇન્સ્પેક્શન યોજાયું. આ દરમિયાન NAACની ટીમે ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ વિભાગની મુલાકાત લીધી હતી. ઇન્સ્પેક્શન બાદ ગુજરાત ય...

ફેબ્રુવારી 8, 2025 9:34 એ એમ (AM)

views 19

પાટણ ખાતે બે દિવસીય ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજે છેલ્લો દિવસ છે

પાટણ ખાતે બે દિવસીય ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજે છેલ્લો દિવસ છે. આજે સવારે 6 વાગ્યાથી પાટણના ઉપવન મેદાનમાં યોગ શિબિર શરૂ થઈ ગઈ છે. જેમાં યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે.ઉલ્લેખનીય છે કે લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થયની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અ...

ફેબ્રુવારી 8, 2025 9:32 એ એમ (AM)

views 22

ડાંગ જિલ્લાના આહવાના ગાઢવી સ્થિત કોટબા આયુષમાન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર એનાયત કરાયું છે

ડાંગ જિલ્લાના આહવાના ગાઢવી સ્થિત કોટબા આયુષમાન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર એનાયત કરાયું છે. એન.એચ.આર.સી દિલ્હીના ટીમે કરેલા મુલ્યાંકનમાં 93.19 સ્કોર મળવીને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે.આયુષ્માન આરોગ્ય મંદિરમાં સગર્ભા...