ફેબ્રુવારી 11, 2025 6:29 પી એમ(PM)

views 45

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ દરમિયાન આયોજિત ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીની સમીક્ષા કરી

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ દરમિયાન આયોજિત 'સોમનાથ મહોત્સવ'ની તૈયારીની સમીક્ષા કરી હતી. શ્રી જાડેજાએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલાં પ્રાંગણની મુલાકાત લીધી હતી અને વીજ જોડાણ, પીવાના પાણીની વ્યવસ્થા,  ટ્રાફિક નિયમન, પર્યટકો માટે પાર્કિંગની સુ...

ફેબ્રુવારી 11, 2025 6:27 પી એમ(PM)

views 33

રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડકનો અનુભવ

રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.રાજ્યનાં મુખ્ય શહેરોમાં છેલ્લાં 24 કલાકમાં 33 ડિગ્રી સેલ્સિયસથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. કેટલાંક જિલ્લામાં લઘુતમ તાપમાનમાં અડધાથી એક ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો.અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન અને 33...

ફેબ્રુવારી 11, 2025 6:25 પી એમ(PM)

views 32

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૭મું અંગદાન: હ્રદય, લીવરઅને બે કિડનીથી ચાર વ્યક્તિને નવજીવન મળશે

અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલે ૧૭૭મું અંગદાન થયું હતું. દહેગામના રણાસણ ગામના વતની ચંપાબેન રાઠોડને વાહન અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા થઇ હતી. સિવિલ હોસ્પિટલમાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતુંક...

ફેબ્રુવારી 11, 2025 3:23 પી એમ(PM)

views 42

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો. આ નીતિ અંતર્ગત રાજ્યમાં ઓછામાં ઓછા 250 નવા GCCની સ્થાપનાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત 10 હજાર કરોડ રૂપિયાથી વધુનુ રોકાણ અને 50 હજારથી વધુ નવી રોજગારીની તકોની સંભાવના છે. મુખ્યમંત્રી ભૂ...

ફેબ્રુવારી 11, 2025 3:22 પી એમ(PM)

views 22

સરકારી કચેરી ખાતે આવતા કર્મચારી અને અધિકારીઓ માટે ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ માટે રાજ્યના પોલિસ મહાનિદેશકના આદેશ બાદ આજે રાજ્યભરમાં કસૂરવારો સામે પગલાં લેવામાં આવ્યા

સરકારી કચેરી ખાતે આવતા કર્મચારી અને અધિકારીઓ માટે ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ માટે રાજ્યના પોલિસ મહાનિદેશકના આદેશ બાદ આજે રાજ્યભરમાં કસૂરવારો સામે પગલાં લેવામાં આવ્યા હતા. ગાંધીનગરનાં અમારા પ્રતિનિધી દુર્ગેશ મહેતા જણાવે છે કે, ગાંધીનગરમાં સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક ઝૂંબેશ યોજીને હેલ્મેટ અને સીટ બ...

ફેબ્રુવારી 11, 2025 3:20 પી એમ(PM)

views 31

ડાંગના વઘઇ તાલુકાના માનમોડી ક્લસ્ટરમાં સમાવિષ્ટ કાંચનપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ

ડાંગના વઘઇ તાલુકાના માનમોડી ક્લસ્ટરમાં સમાવિષ્ટ કાંચનપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના માસ્ટર ટ્રેનર મિતલબેન મેસવાણીયા, અને સંદિપભાઈ શેવરે દ્વારા રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનોનો ...

ફેબ્રુવારી 11, 2025 3:19 પી એમ(PM)

views 38

કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો

કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે 9:54 કલાકે પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 27 કિલોમીટર દૂર હતું. ગઈ કાલે પણ રાપર પાસે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ફેબ્રુવારી 11, 2025 3:19 પી એમ(PM)

views 22

યાત્રાધામ અંબાજી ખાતે 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓને પહોંચવા માટે રાજ્ય સરકારે નિઃશુલ્ક એસટી બસની સુવિધા વ્યવસ્થા કરી

યાત્રાધામ અંબાજી ખાતે 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓને પહોંચવા માટે રાજ્ય સરકારે નિઃશુલ્ક એસટી બસની સુવિધા વ્યવસ્થા કરી છે. આ અંતર્ગત મહેસાણા જિલ્લામાંથી બે દિવસમાં 6 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો. આજે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ...

ફેબ્રુવારી 11, 2025 3:16 પી એમ(PM)

views 33

કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-સીસીઆઇ દ્વારા બોટાદમાં કપાસની ખરીદી ફરી શરૂ કરવામાં આવી

કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-સીસીઆઇ દ્વારા બોટાદમાં કપાસની ખરીદી ફરી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે બપોર બાદ બંધ પડેલું સર્વર રાબેતા મુજબ શરૂ થતાં ખેડૂતોને જાણ કરીને ફરીથી કપાસ ખરીદી ચાલુ કરવામાં આવી છે.

ફેબ્રુવારી 11, 2025 3:15 પી એમ(PM)

views 33

બોર્ડની પરીક્ષાને લઇને અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી

બોર્ડની પરીક્ષાને લઇને અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. આ સંદર્ભમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.