ફેબ્રુવારી 14, 2025 7:21 પી એમ(PM)

views 35

સૌરાષ્ટ્ર ઝોન ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજકોટમાં યોજાયેલી રાજકોટ અને અમરેલી વચ્ચેની હોકી મેચમાં રાજકોટ શહેરે અમરેલીને 7 ગોલથી હરાવ્યું

સૌરાષ્ટ્ર ઝોન ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજકોટમાં યોજાયેલી રાજકોટ અને અમરેલી વચ્ચેની હોકી મેચમાં રાજકોટ શહેરે અમરેલીને 7 ગોલથી હરાવ્યું છે. આજે યોજાયેલી મેચમાં 15 મિનિટમાં કુલ ચાર રાઉન્ડના અંતે અમરેલીની ટીમે બે ગોલ કરી બીજું સ્થાન મેળવ્યું છે. આ બંને ટીમ રાજ્યકક્ષાની અંતિમ સ્પર્ધામાં ભાગ લેશે.

ફેબ્રુવારી 14, 2025 7:19 પી એમ(PM)

views 45

પોલીસ વિભાગમાં બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પડશે

પોલીસ વિભાગમાં બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પડશે. રાજ્યની વડી અદાલતમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે પોલીસ વિભાગમાં 25 હજાર 660 જેટલી ખાલી જગ્યાઓ ઉપર સીધી કરવામાં આવશે. વર્તમાન ભરતીની શારીરિક કસોટી માર્ચમાં પૂર્ણ થશે, બાદમાં લેખિત પરિક્ષા અને પરિણામ જુલાઈ મહિનામ...

ફેબ્રુવારી 14, 2025 7:18 પી એમ(PM)

views 31

‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાને લઈ ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તૈયારીઓ આરંભી દીધી

ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાને લઈ ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તૈયારીઓ આરંભી દીધી છે. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ‘ડાંગ દરબાર’ આયોજન અંગેની અગત્યની બેઠકમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર મેહુલ ખાંટે, સૌ સમિતિ સભ્યોન...

ફેબ્રુવારી 14, 2025 7:16 પી એમ(PM)

views 71

મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાઈ રહી છે

મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાઈ રહી છે. ટુર્નામેન્ટમાં પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઇમાં રમાશે. પ્રિમીયર લીગની પ્રથમ સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ અને બીજી સીઝનમાં આરસીબીએ ટ્રોફી જીતી હતી. ઉલ્લેખ...

ફેબ્રુવારી 14, 2025 7:14 પી એમ(PM)

views 25

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠાના મોરીયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે બનાસ ડેરીના ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠાના મોરીયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે બનાસ ડેરીના ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. જેમાં આચાર્ય દેવવ્રતે ખેડૂતોને રાસાયણિક, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિનો ભેદ અને ફાયદાઓ વિશે માહિતી આપી હતી. રાજ્યપાલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ...

ફેબ્રુવારી 14, 2025 7:12 પી એમ(PM)

views 32

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે વર્ષ 2025-26 ના કેન્દ્રીય અંદાજપત્રને ભવિષ્યલક્ષી અને ક્રાંતિકારી ગણાવ્યું

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે વર્ષ 2025-26 ના કેન્દ્રીય અંદાજપત્રને ભવિષ્યલક્ષી અને ક્રાંતિકારી ગણાવ્યું છે. અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં બજેટ અંગે માહિતી આપતા , શ્રી સિંહે કહ્યું કે જણાવ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દુરોગામી વિઝનની ઝલક છે જેમાં વર્ષ 2047 સુધીમાં દે...

ફેબ્રુવારી 14, 2025 7:03 પી એમ(PM)

views 49

છોટાઉદેપુર જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે ત્રિ-દિવસીય જીલ્લા કક્ષાના શૈક્ષણિક મહોત્સવનું આયોજન કરાયું

GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે ત્રિ-દિવસીય જીલ્લા કક્ષાના શૈક્ષણિક મહોત્સવનું આયોજન કરાયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગ કરી શિક્ષણને નવી દિશા આપનાર સારસ્વત શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે અને શાળામાં નવતર ...

ફેબ્રુવારી 14, 2025 7:01 પી એમ(PM)

views 22

ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા-GERIએ છેલ્લા ચાર વર્ષમાં અંદાજે 6 લાખ 14 હજારથી વધુ નમૂનાઓનું સફળ પરીક્ષણ કરીને રાજ્યમાં બાંધકામ ક્ષેત્રને વધુ મજબૂત, સુદ્રઢ બનાવવાનું કાર્ય કર્યુ

વડોદરા ખાતે કાર્યરત ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા-GERIએ છેલ્લા ચાર વર્ષમાં અંદાજે 6 લાખ 14 હજારથી વધુ નમૂનાઓનું સફળ પરીક્ષણ કરીને રાજ્યમાં બાંધકામ ક્ષેત્રને વધુ મજબૂત, સુદ્રઢ બનાવવાનું કાર્ય કર્યુ છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે આ પરીક્ષણથી રાજ્ય સરકારને અંદા...

ફેબ્રુવારી 14, 2025 6:49 પી એમ(PM)

views 48

રાજ્યમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે

મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ૨૨ જાન્યુઆરીથી  ૮ માર્ચ દરમ્યાન સમગ્ર રાજ્યમાં  “બેટી બચાઓ બેટીપઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે. ભુજલાયન્સ હોસ્પિટલ ખાતે ગઇકાલે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતું..

ફેબ્રુવારી 14, 2025 6:46 પી એમ(PM)

views 42

આવતીકાલથી દેશભરમાં ધો.10-12ની CBSE બોર્ડની પરીક્ષામાં  44 લાખ જેટલા વિદ્યાર્થીઓ અલગ-અલગ 204 જેટલા વિષયોમાં પરીક્ષા આપશે

આવતીકાલથી દેશભરમાં ધો.10-12ની CBSE બોર્ડની પરીક્ષામાં  44લાખ જેટલા વિદ્યાર્થીઓ અલગ-અલગ 204 જેટલા વિષયોમાં પરીક્ષા આપશે.પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે. જેનો સમય સવારે 10.30થી 1.30 વાગ્યાનો છે.આ વર્ષથી તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી મોનિટરિંગ ઓફિસર મૂકવાનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે. ...