જાન્યુઆરી 18, 2026 7:26 પી એમ(PM)

views 31

રાજ્યપાલે બનાસકાંઠાના ભૂખલામાં દૈનિક ૧૦૦ મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરવાની ક્ષમતાવાળા બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ’નું લોકાર્પણ કર્યું.

બનાસકાંઠાના વડગામ તાલુકાના ભૂખલા ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ’નું લોકાર્પણ કર્યુ હતું.આ પ્લાન્ટ દૈનિક ૧૦૦ મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે.આ પ્રોજેક્ટમાં બાયોગેસ...

જાન્યુઆરી 18, 2026 7:23 પી એમ(PM)

views 32

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં મહિલા સશક્તિકરણના અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશો આપ્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં મહિલા સશક્તિકરણના આ અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે ટેક્સટાઈલ પોલિસીની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન તથા નેશન અર્બન લાઈવલી હુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વ સહાય જુથ જેમાં આજ...

જાન્યુઆરી 18, 2026 7:22 પી એમ(PM)

views 55

અમદાવાદમાં ધરતીરત્ન એવોર્ડ એનાયત કરતાં મુખ્યમંત્રીએ સમાજના કલ્યાણ માટે કાર્ય કરવા આહ્વાન કર્યુ.

અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઇન્ડેશનના ઉપક્રમે આજે યોજાયેલી ધરતી રત્ન એવોર્ડ એનાયત સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે એવોર્ડ એનાયત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આજના સમયમાં સ્વકેન્દ્રી વિચારણ સરણી છે. ત્યારે આ વિચાર સરણીના સ્થાને સમાજ સેવાને કેન્દ્ર સાથે રાખીને વિચાર કરવાની આશ્યકતા છે. ધરતી રત્ન એવોર્ડ મેળવ...

જાન્યુઆરી 18, 2026 7:19 પી એમ(PM)

views 47

નાયબ મુખ્યમંત્રી વિશ્વ આર્થિક મંચ-૨૦૨૬માં સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વિકસિત ગુજરાત’નો રોડમેપ રજૂ કરશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ ૨૦૨૬માં ભાગ લેવા જશે. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ‘વિકસિત ગુજરાત @2047’ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારન...

જાન્યુઆરી 18, 2026 7:18 પી એમ(PM)

views 52

ન્યુઝિલેંડ સામેની ઇન્દોર ખાતે રમાઇ રહેલી ત્રીજી એકદિવસીયમાં ભારતને જીતવા 338 રનનું લક્ષ્યાંક.

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની અંતિમ એકદિવસીય મેચમાં ન્યૂઝિલેન્ડે ભારતને જીતવા માટે 338 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઈન્દોરમા રમાઈ રહેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડની ટીમે 50 ઓવરમાં આઠ વિકેટે 337 રન બનાવ્યા હતા. યજમાન ભાર...

જાન્યુઆરી 18, 2026 3:44 પી એમ(PM)

views 32

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બનાસકાંઠાના ભૂખલા ગામે બનાસ-સુઝુકી બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બનાસકાંઠાના ભૂખલા ગામે બનાસ-સુઝુકી બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્લાન્ટના કાર્યરત થવાથી આસપાસના ગામના લોકોને સુવિધા મળશે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

જાન્યુઆરી 18, 2026 3:44 પી એમ(PM)

views 35

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટના ગોંડલમાં સંડે ઓન સાઇકલ કાર્યક્રમમાં જોડાયા હતા.

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટના ગોંડલમાં સંડે ઓન સાઇકલ કાર્યક્રમમાં જોડાયા હતા.આ સાઇકલ રેલીનો ગોંડલના અક્ષર મંદિરેથી પ્રારંભ થયો હતો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ યુવાનોને સાયકલ થકી સ્વાસ્થ્યનો ફિટનેસ મંત્ર આપ્યો હતો. આ સાઇકલ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

જાન્યુઆરી 18, 2026 3:43 પી એમ(PM)

views 24

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગઇકાલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેની સ્પેસ ઓન વ્હીલ કરનું પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું.

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગઇકાલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેની સ્પેસ ઓન વ્હીલ કરનું પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રદર્શનમાં ઇસરોના વિવિધ ઉપગ્રહો સહિત સ્પેસ ટેકનૉલોજીના વિકાસ અને વિવિધ સ્પેસ એપ્લીકેશન અંગે માહિતી અપાઈ હતી.શ્રી પટેલે આ કાર્યક્ર્મને બિરદવ્યો હતો

જાન્યુઆરી 18, 2026 3:42 પી એમ(PM)

views 31

કચ્છના કિડીયાનગર રેલ્વે સ્ટેશન પર આજે વહેલી સવારે માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો

કચ્છના કિડીયાનગર રેલ્વે સ્ટેશન પર આજે વહેલી સવારે માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાને લઇને ગાંધીધામ–પાલનપુર–ગાંધીધામ એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે. જ્યારે બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ અને દિલ્હી સરાય રોહિલ્લા–ભુજ એક્સપ્રેસને પરિવર્તિત માર્ગ પર ચલાવવ...

જાન્યુઆરી 18, 2026 3:41 પી એમ(PM)

views 38

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આજે વહેલી સવારે એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક યુવકનું મોત થયું.

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આજે વહેલી સવારે એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક યુવકનું મોત થયું છે. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને કાર સામસામે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી કારને ક્રેનથી દુર કરી ટ્રાફિ...