જાન્યુઆરી 19, 2026 2:00 પી એમ(PM)

views 24

સંયુક્ત આરબ અમીરાત-UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સંયુક્ત આરબ અમીરાત-UAE ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

જાન્યુઆરી 19, 2026 1:59 પી એમ(PM)

views 79

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓને શોધવા સેનાનું આક્રમક “ઓપરેશન ત્રાશી-I” ચલાવાયું.

જમ્મુ અને કાશ્મીરમાં, ગઈકાલે સાંજે કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આઠ સૈન્ય જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે , સેના ગઈકાલે બપોરથી આતંકવાદીઓને પકડવા અને મારવા માટે "ઓપરેશન ત્રાશી-I" ચલાવી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં રાતભર રોકાયા પછી સુરક્ષ...

જાન્યુઆરી 19, 2026 1:58 પી એમ(PM)

views 28

દેશમાં આવતી આપત્તિના સમયે ખડે પગે રહેનારા NDRFના સ્થાપના દિન પર પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે જ્યારે કોઈ આપત્તિ ના સમયે NDRF ના કર્મચારીઓ જીવનનું રક્ષણ કરવા, રાહત પૂરી પાડવા અને સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં આશા પુનઃસ્થાપિત ...

જાન્યુઆરી 19, 2026 1:56 પી એમ(PM)

views 70

વિશ્વમાં રાજકીય પરિસ્થિતીની અનિશ્ચિતતાઓના પગલે ભારતીય શેરબજારમાં કડાકો, સોના-ચાંદીનો ભાવ અત્યાર સીધીની ટોચની સપાટી પર પહોંચ્યો

સોના અને ચાંદીના ભાવ આજે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ગ્રીનલેન્ડ સાથે જોડાયેલા વિવાદને લઈને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક યુરોપિયન દેશો પર નવા ટેરિફની ધમકી આપ્યા બાદ રોકાણકારો સુરક્ષિત સંપતિમાં રોકાણ કરી રહ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, MCX સોનું 1.68 ટકા વધીને એક લાખ 44 હજાર 905 રૂપિયા...

જાન્યુઆરી 19, 2026 2:27 પી એમ(PM)

views 48

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ આજે દાવોસ માટે રવાના થયું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ આજે દાવોસ માટે રવાના થયું. આ પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં યોજાઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફૉરમ – WEFમાં ભાગ લેશે. અમદાવાદ વિમાનમથક પર પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સંઘવીએ કહ્યું, WEFમાં ગુજરાત વિકસિત ગુજર...

જાન્યુઆરી 19, 2026 9:44 એ એમ (AM)

views 34

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અપાતા આ સન્માનનો સમારંભ અમદાવાદમાં સરદાર રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાયો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજના યુગમાં બધાની દોટ પૈસા અને સ્વાર્થ માટે છે. ત્યારે સામેના દરેક વ્યક્તિમાં, દરેક...

જાન્યુઆરી 19, 2026 9:43 એ એમ (AM)

views 29

ખંભાતના દરિયા કિનારે ઉત્તરાયણની પરંપરાગત રીતે ઉજવણી કરવા રાજ્યભરમાંથી પતંગ રસિયાઓ ઉમટ્યાં

સમગ્ર ગુજરાત રાજ્યમાં એકમાત્ર ખંભાત શહેર એવું છે, જ્યાં પરંપરાગત રીતે ઉતરાયણ, વાસી ઉત્તરાયણ અને દરિયાઈ ઉત્તરાયણ આ રીતે ત્રણ ઉત્તરાયણ ઉજવાય છે. જેમાં ખાસ કરીને ખંભાતના પતંગ બનાવતા કારીગરો અને શ્રમિકો દ્વારા ઉતરાયણ પછીના રવિવારના દિવસે દરિયા કિનારે ઉતરાયણ ઉજવે છે. જેની ગઇકાલે આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી ક...

જાન્યુઆરી 19, 2026 9:41 એ એમ (AM)

views 26

મોઢેરાના સૂર્ય મંદિર ખાતે દ્વિ દિવસિય વિશ્વ વિખ્યાત ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન થયું

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાઇ રહેલ દ્વિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનું જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં સમાપન થયું. ઉત્તરાર્ધ ઉત્સવના બીજા દિવસે કલાકારોને જિલ્લા પ્રભારી મંત્રીના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આખ...

જાન્યુઆરી 19, 2026 9:40 એ એમ (AM)

views 40

ગુજરાતના પ્રથમ રબ્બર ડેમ ઝડપથી પૂર્ણ થાય તે માટેની કામગીરી પૂરજોશમાં

રાજ્યકક્ષાના જળસંપત્તિ, પાણી પુરવઠામંત્રી ઈશ્વર પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતાં, તેમણે ડુંગરવાંટ ગામ પાસે 52 ગામને પીવાના પાણી પૂરું પાડનાર પાણી પુરવઠા વિભાગના સંપની મુલાકાત દરમિયાન લેબોરેટરી રૂમમાં ટેકનીશીયન પાસે મંત્રીએ લાઈવ ટેસ્ટિંગ પણ કરાવ્યું હતું. તેમણે સુખી જળાયશયની પણ મુલાકાત લીધી હતી...

જાન્યુઆરી 19, 2026 9:39 એ એમ (AM)

views 31

સ્વિટઝરલેન્ડના દાઓસમાં યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નાયબ મુખ્યમંત્રી ગુજરાતના વિકાસનો રોડમેપ રજૂ કરશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સહભાગી થવા રવાના થયા હતાં. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વૈશ્વિક મંચ પર ટીમ ગુજરાત ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ અને મજબૂત ઇન્ડસ્ટ્રિયલ લેગેસી રજૂ કરશે, તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતને વૈશ્...