ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, સ્વચ્છ અને અપડેટ થયેલ મતદારયાદી લોકશાહીનો આત્મા છે.
આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે જો મતદાર યાદીમાં ખોટા અથવા અયોગ્ય નામોનો સમાવેશ કરવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા સાથે ચેડા થઈ શકે છે. શ્રી ચૌહાણે ચૂંટણીની ગેરરીતિઓ અંગે વિપક્ષના આક્ષેપો પર સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, જે લોકોનું અવસાન થયું છે તેમના નામ દૂર કરવામાં અને માત્ર લાયક નાગરિકોને જ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવે તેની ખાતરી કરવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ.