રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લઇને ડો. અશ્વિન રામાણીની પંચમહાલના વાવકુંડલી PHC ખાતે બદલી કરી દેવાઇ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં મહિલા કર્મચારીઓ અને તબીબોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સુરક્ષિત, સન્માનજનક અને હકારાત્મક કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવા જરૂરી દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 22, 2026 10:30 એ એમ (AM)
રાજકોટમાં જુનિયર મહિલા તબીબ સાથે ગેરવર્તુણુંકના મામલે તબીબ અશ્વિન રામાણીની બદલી કરાઇ