બનાસકાંઠા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કુલ 49 હોટલ તથા રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ડીસાની ડિલાઇટ રેસ્ટોરન્ટ તથા વડગામના છાપી ચાર રસ્તા પાસે પટેલ હોટલ સામે કડક કાર્યવાહી કરી બંને પેઢીઓના ફૂડ લાયસન્સ સ્થગિત (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા તપાસ દરમિયાન 15 કિલો અખાદ્ય ખોરાક અને 10 લિટર બળેલું તેલ સ્થળ પર જ નષ્ટ કરાયું હતું. આ ઉપરાંત ચોટીલામાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથધરીને એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી, જ્યારે રાજસ્થાનથી આવેલું 400 કિલો જેટલું શંકાસ્પદ પનીર અમદાવાદ મનપાએ ઝડપ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 22, 2026 10:26 એ એમ (AM)
અમદાવાદ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગની તપાસમાં ભેળસેળ યુક્ત ખોરાકનો નાશ કરાયો