અમદાવાદમાં સાયન્સ સિટી વિજ્ઞાન ભવન ખાતે 21થી 23 ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો અને નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ત્રિદિવસીય ફેસ્ટિવલ દરમિયાન સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે સ્પેસ સાયન્સ એક્ઝિબિશન, પ્લેનેટોરિયમ શો, સ્પેસ રંગોળી, ડિજિટલ પોસ્ટર પ્રેઝન્ટેશન, ઓરિગામી, સ્પેસ ક્વિઝ, હેન્ડ્સ-ઓન વર્કશોપ, વિજ્ઞાન વ્યાખ્યાન, વૈજ્ઞાનિકો સાથે પેનલ ડિસ્કશન તથા નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થઇ રહ્યું છે. આ ઉત્સવમાં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનપ્રેમી નાગરિકો સહિત 20 હજારથી વધુ લોકો જોડાશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. આ પ્રસંગે અમદાવાદ સાયન્સ સિટીની ઍક્વાટિક ગેલેરીમાં બે પેંગ્વિન બાળ ‘શૌર્ય અને વીર’નો ઉમેરો થયો છે. વન અને પર્યાવરણમંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં નામકરણ કરી પેગ્વિનને મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરાયા હતા. મંત્રી અર્જુન મોઢવાડિયાએ નાગરિકોને આ પેગ્વિનને નિહાળવા સાયન્સ સિટીની મુલાકાત લેવા અપીલ કરી હતી.
Site Admin | ઓગસ્ટ 22, 2026 10:22 એ એમ (AM)
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે બે બાળ પેગ્વિન લવાયા