પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ભારતને વૈશ્વિક સ્તરે વિકાસ માટે એક ઉજ્જવળ સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અનુસાર, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા રહેશે.
નવી દિલ્હીમાં ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસ ગતિ જાળવી રાખવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે છેલ્લા 10 થી 12 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. સરકાર સુધારાઓ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા સહિયારા ભવિષ્યની ભાવનામાં વિશ્વાસ રાખે છે.