છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વલસાડના કપરાડામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો. નાણાપોંઢા, ખંભાત, ડાંગ અને ભરૂચ તાલુકામાં સવા એકથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો.રાજ્યમાં હાલ 34 બંધ હાઇ અલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 78 ટકા જળસંગ્રહ થયો. વરસાદ દરમિયાન નવસારીમાં સૌથી વધુ 28 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું અને 845 લોકોને બચાવાયા છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ દરમિયાન 156 સગર્ભા મહિલાઓનું સ્થળાંતર કરાયું અને 86 સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવી.છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં સતત વરસાદને કારણે, સુખી બંધની જળસપાટી વધતાં એક દરવાજો 30 સેન્ટિમીટર ખોલી 997 ક્યૂસેક પાણી છોડવામાં આવતાં નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. વલસાડના પૂર અસરગ્રસ્ત અંકલાછ, નગવાસ, ઝરોલી, ધનોલી, નંદીગામ, ભિલાડ સહિતના ગામોમાં ગઇકાલે ખાદ્યસામગ્રીઓનું વિતરણ કરાયું હતું.
News On AIR | ઓગસ્ટ 4, 2026 12:22 પી એમ(PM)
વરસાદને કારણે છલકાઇ ગયેલા રાજ્યના 34 ડેમ હાઇએલર્ટ પર – નર્મદા ડેમમાં 78 ટકા જળસંગ્રહ